(વિનુભાઈ મેસવાણીયા)
માંગરોળ તા.9
માંગરોળ શહેર ખાતેના પોલીસ, નગરપાલિકા, ઈમરજન્સી સેવા 108, ડીઝાસ્ટર વિભાગ, જીએસઆરટીસી, પીજીવીસીએલ એમ સંયુકત ટીમો મળી આજરોજ તા.8/5/25ના ક.17-00 વાગ્યે માંગરોળ નવા બ સ્ટેન્ડ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.
આ મોકડ્રીલમાં માંગરોળ બસ સ્ટેન્ડ ખાતે અચાનક હવાઈ હુમલો થતા માંગરોળ એસટી ડેપોના મેનેજર દ્વારા તાકીદના સંજોગોને પહોંચી વળવા તાત્કાલીક ઉપરોકત લગત વિભાગોને ટેલીફોનીક જાણ કરતા ઉપરોકત લગત એજન્સીઓ પોતાના નિર્ધારીત સમયમાં પહોંચી ગયેલ અને આ હવાઈ હુમલા દરમ્યાન ઈજા પામનારને તાત્કાલીક સારવારમાં ખસેડેલ અને આજુબાજુના લોકોને સલામત સ્થળે ખસેડેલ ફાયર ફાઈટર દ્વારા આગમને બુજાવવામાં આવેલ અને ભયભીત લોકોને પોલીસ દ્વારા આ મોકડ્રીલ બાબતે સમજ કરેલ, લોકોને આવી કટોકટીની પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરવો તેની સમજ કરવામાં આવેલ.
આ મોકડ્રીલમાં માંગરોળ ડીવી.ના ના.પો. અધિક્ષક ડી.વી. કોડીયાતર, મામલતદાર માંગરોળ, માંગરોળ પો.સ્ટે.ના પો.ઈ. એસ.કે. દેસાઈ, માંગરોળ મરીન પો.સ્ટે.ના પો.ઈ. એ.જી. જાદવ પો.સબ ઈ. ડી.બી. સોલંકી, પો.સબ ઈન્સ.જે.બી. કડછા, માંગરોળ ડીવી.ના પોલીસ કર્મચારીઓ તથા ગર્વ.ટીમ માંગરોળ, મરીન કમાન્ડો તથા ટીઆરબીના જવાનો તથા સ્થાનિક ઉપરોકત જણાવેલ વહીવટી તંત્રએ ભાગ લીધેલ હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy