1પ મહિનામાં 731 સ્થળે 32096 નાગરિકોને તાલીમબધ્ધ કરાયા : 419 હાઇરાઇઝ બિલ્ડીંગ, 174 હોસ્પિટલ સામેલ : બાકી લોકોને સંપર્ક કરવા તંત્રનો અનુરોધ

સવા વર્ષથી સતત ચાલતી મોકડ્રીલ : હવે રહેવાસીઓ તાલીમ નહીં લે તો નોટીસ અપાશે

Local | Rajkot | 12 April, 2024 | 04:35 PM
હાઇકોર્ટ અને સરકારની સૂચનાથી ચાલતી ફાયર સેફટી ટ્રેનિંગમાં અનેક વિસ્તારમાં લોકોએ સહકાર ન આપતા પત્રથી જવાબદારી નકકી કરવામાં આવશે
સાંજ સમાચાર

રાજકોટ, તા. 12
 

રાજકોટ મહાનગરમાં આગ જેવી દુર્ઘટના સમયે લોકો શકય એટલા વધુ જાગૃત અને એલર્ટ રહે તે માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સવા વર્ષથી જુદા જુદા વિસ્તારો અને સ્થળો પર ફાયર સેફટી તાલીમ સાથેની મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. તે અંતર્ગત આજ સુધીમાં 3ર હજારથી વધુ લોકોને તાલીમબધ્ધ કરાયા છે ત્યારે અનેક વિસ્તારોમાં હજુ  સોસાયટીના લોકો કે અન્ય મોટી મિલ્કતના માલિકો સહકાર આપતા ન હોય, હવે આ તાલીમ લેવા માટે નોટીસ આપવાનું શરૂ કરવામાં આવશે. 

હાઇકોર્ટ અને સરકારના માર્ગદર્શનથી મોટી બિલ્ડીંગોમાં રહેતા લોકોને ઇમરજન્સીમાં પ્રાથમિક સલામતીના પગલા લઇ શકે તે માટે આ મોકડ્રીલ ચાલી રહી છે. જે અંતર્ગત આજ સુધીમાં સાતસોથી વધુ સ્થળે સવા વર્ષમાં કોઇ બ્રેક વગર નોંધપાત્ર કાર્ય થયું છે. 

આ અંગે ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે જણાવ્યું હતું કે, મહાનગરમાં ગત તા. 31-1-23થી ફાયર સેફટી મોકડ્રીલ શરૂ કરવામાં આવી હતી. આજ સુધીમાં 731 મોકડ્રીલમાં 3ર096 લોકોને આગ લાગે ત્યારે શું કરવું તે અંગે  તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. આજ સુધીમાં 106 સ્કુલફમાં 1પરર6, 419 હાઇરાઇઝ બિલ્ડીંગમાં 13415, 175 હોસ્પિટલમાં 17ર8, 6 કોલેજોમાં 530 જેટલા લોકોને તાલીમ અપાઇ છે. તેમાં રહેવાસીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, કામદારો, કર્મચારીઓ અને ડોકટરો, એસઆરપી જવાનો પણ સામેલ છે. આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. 

હવે અમુક જગ્યાએ સોસાયટીમાં કે હાઇરાઇઝ બિલ્ડીંગમાં તાલીમ આપવાના સમયે સોસાયટી દ્વારા સહકાર અપાતો નથી. સ્ટેશન ઓફિસરની ટીમ સમય લઇને સ્થળ પર જાય છે. પરંતુ અનેક જગ્યાએ લોકો તૈયાર થતા નથી અને સમય પણ આપતા નથી. વાસ્તવમાં આવી તાલીમ લેવામાં આવે તો મદદ પહોંચે ત્યાં સુધીમાં લોકો જાતે સલામતીના ઘણા પગલા લઇ શકે છે. આથી તમામ લોકો આ તાલીમમાં જોડાય તે માટે સોસાયટી કે હાઇરાઇઝ બિલ્ડીંગને નોટીસ આપવામાં આવશે. આસામીઓને જાગૃત કરવા આ કાર્યવાહી થશે. જેટલા લોકો ફાયર સેફટીનું જ્ઞાન લે તે તેઓની સલામતી માટે જ ઉપયોગી બનવાનું છે. 
ભવિષ્યમાં આવા કોઇ સ્થળે કમનસીબે આગની ઘટના બને તો તે સમયે લોકોએ મોકડ્રીલમાં ભાગ લીધો હતો કે નહીં તેની નોંધ પણ આ સાથે થશે. આમ લોકોને તેમની જવાબદારી માટે જાગૃત કરવા હવે નોટીસ આપવામાં આવશે. 
 

સુંદરમ ગોલ્ડમાં મોકડ્રીલ
ગઇકાલે રેલનગરના સુંદરમ ગોલ્ડ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામાં આવતા અંદાજે 50 થી 55 રહેવાસીઓ જોડાયા હતા.
આ મોકડ્રીલ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર, ડે.ચીફ ફાયર બી.જે.ઠેબા, સ્ટેશન ઓફિસર એ.બી.ઝાલા, ફાયરમેન રણજીતભાઇ ભરડા સહિતના સ્ટાફ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. 

આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. જે તક આપવામાં આવશે તેમ જણાવાયું છે. 

કયાં કયાં તાલીમ અપાઇ

જગ્યા લોકોની સંખ્યા 419 હાઇરાઇઝ બિલ્ડીંગ    13415

106 સ્કુલ                 15226

13 સરકારી કચેરી       542

174 હોસ્પિટલ           1728

6 કોલેજ                     530

3 હોટલ                     80

6 ઇન્ડસ્ટ્રીઝ              390

એસઆરપી જવાનો    185

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj