જુનાગઢ,તા.22
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતા દરેક રાજકીય પક્ષો પોત પોતાના સોગઠા ગોઠવવામાં લાગી ચુકયા છે. ગઈકાલે તા.21-1-2025ના રાજય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે ત્યારથી આચારસંહિતા લાગુ થઈ જવા પામી છે. આગામી 27 જાન્યુઆરી 2025થી જાહેરનામુ બહાર પડશે ત્યારથી સ્થાનિક ચુંટણીમાં ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્રક ભરી શકશે.
જેમાં 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી નોંધવી શકાશે. 2જી ફેબ્રુઆરીના ફોર્મ ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ 4 ફેબ્રુઆરીના ફોર્મ પરત ખેંચવાની તારીખ બાદ ચિત્ર સ્પષ્ટ થશે અને 16 ફેબ્રુઆરી 2025ના મતદાન બાદ 18 ફેબ્રુઆરીના મત ગણતરીની તારીખ જાહેર કરવામાં આવી છે.
જુનાગઢ મહાનગર પાલિકા, ઉપરાંત જુનાગઢ જીલ્લાની સાત નગર પાલિકાઓમાંથી કેશોદને બાદ કરતા છ નગર પાલિકાઓની સામાન્ય ચુંટણી યોજાશે. જયાં હાલ વહીવટદારનું લાંબા સમયથી શાસન ચાલુ છે. નગરપાલિકાઓમાં યોજાનાર ચુંટણીમાં બાંટવા, માણાવદર, વંથલી, ચોરવાડ, માંગરોળ, વિસાવદરનો સમાવેશ થાય છે.
નવી મતદાર યાદી પ્રસિધ્ધ
વોર્ડ નં.1માં 8389 પુરૂષો 9370 સ્ત્રી મતદારો સહીત કુલ 19271 મતદારો નોંધાયા છે. વોર્ડ નં.6માં 8547 પુરૂષો 8042 સ્ત્રીઓ અન્ય એક મળી કુલ 16590 મતદારો નોંધાયા છે. વોર્ડ 7માં 10048 પુરૂષ મતદારો સામે 9637 સ્ત્રી મતદારો મળી કુલ 19685 મતદારો નોંધાય છે. વોર્ડ નં.8માં 9636 પુરૂષો સામે 9493 સ્ત્રી મતદારો ઉપરાંત બે અન્ય મળી કુલ 19131 મતદારો નોંધાયા છે.
વોર્ડ નં.9માં 10022 પુરૂષો સામે 9311 સ્ત્રી મતદારો સહિત 19333 મતદારો નોંધાયા છે. વોર્ડ નં.10માં 7652 પુરૂષ મતદારો સામે 7236 સ્ત્રી મતદારો સહિત કુલ 14888 મતદારો નોંધાયા છે. વોર્ડ નં.11માં 10949 પુરૂષ મતદારોની સામે 10927 સી મતદારો મળી કુલ 21876 મતદારો નોંધાયા છે. વોર્ડ નં.12માં 6795 પુરૂષ મતદારો સામે 6550 સ્ત્રી મતદારો મળી કુલ 13345 મતદારો નોંધાયા છે.
વોર્ડ 13માં 9289 પુરૂષો સામે 8915 સ્ત્રી મતદારો નોંધાયા છે. કુલ 18204 નોંધાયા છે. વોર્ડ નં.14માં 8177 પુરૂષ મતદારો અને 7843 સ્ત્રી મતદારો મળી કુલ 16022 મતદારો નોંધાયા છે. વોર્ડ નં.15માં 8785 પુરૂષ મતદારોની સામે 8392 અન્ય 5 મળી કુલ 17182 મતદારો નોંધાયા છે.
કુલ 1,33,157 પુરૂષો 127001 સ્ત્રી મતદારો મળી કુલ 2,60,231 મતદારો મહાનગર પાલિકામાં નોંધાયા છે. નવી પુરવણીની યાદી હજુ બાકી હોવાનું જણાવાયું છે વોંકળો બની જવાના કારણે ચોમાસામાં ભારે વરસાદ ગિરનાર પર્વત અને ભવનાથમાં પડવાના કારણે વોંકળાના કાંઠે ખડકી દેવાયેલા બાંધકામો પુરના પાણીને સોસાયટીઓ તરફ વહી જવાના કારણે નિર્દોષ લોકોના ઘરમાં પાણવી ઘુસી જાય છે.
છેલ્લા બે વર્ષમાં હજારો લોકોનો માલ સામાન ઘરવખરી ફોરવીલ મોટર સાયકલ પુરમાં તણાઈ જાય છે ફરીયાદ કરવી તો કયાં કરવી આજે ચૂંટણી જાહેર થતા ફરી સત્તા મેળવવા રાજકીય પક્ષો મેદાને આવી લોકોને ઠાલા વચનો અને આશ્ર્વાસન સીવાય કંઈ જ મળવાનું નથી તેવું ઠેર ઠેર ચર્ચાઈ રહ્યું છે.
સોરઠની પાલિકાઓમાં કયાં કોનું શાસન
જુનાગઢ તા.22
બાંટવા નગરપાલિકામાં ભાજપ પ્રેરિત બોડીએ પાંચ વર્ષ પુરા કર્યા હતા તે પહેલાનાં પાંચ વર્ષમાં પણ ભાજપની બોડી કાર્યરત હતી. માણાવદર નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે ત્યાં પણ ગત બોડી ભાજપની હતી તે પહેલા કોંગ્રેસની સત્તાથી ચુંટાયેલી બોડીને તોડી ભાજપે સત્તા હાંસલ કરી હતી.
વંથલી નગરપાલિકામાં હાલ વહીવટદાર છે તે પહેલા ચુંટાયેલી બોડી કોંગ્રેસની સત્તા પર આવેલ હતી તેને તોડજોડ કરી ભાજપે સતા હાંસલ કરી હતી. વિસાવદર નગરપાલિકા પણ કોંગ્રેસ પ્રેરિત બોડીના બે સભ્યોને ફેરવી ભાજપે સત્તા મેળવી લીધી હતી.
ચોરવાડ નગરપાલિકા કોંગ્રેસ શાસીત બોડીએ પાંચ વર્ષ પુરા કર્યા બાદ વહીવટદારનું શાસન છે. માંગરોળ નગરપાલિકા પણ કોંગ્રેસના જન આદેશથી કોંગ્રેસની સત્તા હતી ત્યાં પણ સભ્યોની આવન જાવન રાજકીય ખેલ બાદ ભાજપની સતા બાદ વહીવટદારનું શાસન છે.
પેટા ચુંટણી: જુનાગઢ તાલુકા પંચાયતના પલાસવાની સીટ ખાલી પડતા તેમજ વંથલી તાલુકા પંચાયતના કણઝાની સીટ પર ખાલી પડતા બન્ને તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી આ સાથે યોજાશે.
જુનાગઢ પાલિકાને 2002માં મનપાનો દરજજો મળતા પ્રથમ મેયર મહેન્દ્ર મશરૂ ચુંટાયા હતાં
માત્ર 2009 થી 2014 સુધી કોંગ્રેસના હાથમાં સતા સિવાય તમામ વર્ષોમાં કમળનું રાજ
જુનાગઢ તા.22
જુનાગઢને વર્ષ 2002માં પ્રથમ વખત મહાનગરપાલિકાનો દરજજો મળ્યો ત્યારે જુનાગઢના તત્કાલીન કલેકટર સ્વર્ગીય આર.કે.પાઠકના હાથમાં પ્રથમ સતા આપવામાં આવી હતી બાદ પ્રથમ ચુંટણી વર્ષ 2004માં યોજાતા જુનાગઢના પ્રથમ મેયર તરીકે જે તે વખતના ધારાસભ્ય (ભાજપ) મહેન્દ્રભાઈ મશરૂ એ અઢી વર્ષ કાર્યભાર સંભાળ્યા બાદ બીજી ટર્મ જયોતિબેન વાછાણી મેયર તરીકે રહ્યા હતા.
બાદ 2009માં ભાજપના હાથમાંથી સતા કોંગ્રેસ પાસે જતા સતીષ કોટન અને ત્યારબાદ લાખાભાઈ પરમારએ પાંચ વર્ષની ટર્મ 2014 સુધી પુર્ણ કરી હતી ત્યારબાદ 2014થી ફરી ભાજપના હાથમાં શુકાન આવતા જીતુભાઈ હીરપરા અને આદ્યાશક્તિબેન મજમુદાર મેયર તરીકે 2019 સુધી રહ્યા હતા.
ત્યારબાદ 2019માં ફરી ભાજપે સતા મેળવી ધીરુભાઈ ગોહેલ અને ગીતાબેન પરમાર મેયર તરીકે તા.31-7-2024 સુધી રહ્યા હતા. આમ 2004થી ભાજપ સતત સતા પર રહ્યું હતું. વચ્ચે માત્ર 2009 થી 2014 સુધી કોંગીએ સતા મેળવી હતી.
જુનાગઢ મનપામાં છ માસથી વહીવટદારનું શાસન
ભાજપના એકહથ્થુ રાજમાં પણ વિકાસ કામો અધુરા: વિરોધ પક્ષની કોઈ જ ભૂમિકા નહી?
જુનાગઢ તા.22
જુનાગઢ મહાનગર પાલિકામાં ભાજપ પ્રેરિત શાસનની મુદત ગત તા.31-7-2024ના રોજ મુદત પૂર્ણ થતા 1-8-2024થી એટલે છ માસથી વહીવટદાર તરીકે જુનાગઢ કમિશ્નર ઓમ પ્રકાશ દ્વારા વહીવટ હાથ ધરાતા જુનાગઢવાસીઓએ ઘણી આશાઓ રાખી હતી કારણ કે એકહથ્થુ શાસન ભાજપને કુલ 60 કોર્પોરેટરોમાંથી 54 કોર્પોરેટર ભાજપના ચુંટાવી શહેરનો વિકાસ થશે તેવી આશા સેવી હતી. પરંતુ લોકોની એક પણ આશા પૂર્ણ તો ન થઈ તેની સામે પાંચે પાંચ વર્ષમાં તમામ રોડ રસ્તાઓમાં ખાડા ગટરના ચાલતા કામના કારણે નગર આકુ આજની તારીકે યાતના ભોગવી રહ્યું છે.
રોડ રસ્તા ડામરથી મઢવા મોટી ગટરના પાઈપ સમગ્ર શહેરમાં નાખવા, ગેસની પાઈપલાઈન માટે બનાવેલા નવા રોડ રસ્તાઓને ફરી તોડવા પાણીની નવી પાઈપલાઈન નાખવા ફરી રોડ તોડી છેલ્લા 10 વર્ષમાં એક પણ વિસ્તારનું કામ આજે પણ પુરૂ થવા પામ્યું નથી. 2001થી મહાનગર બન્યાના 25 વર્ષમાં સરકાર દ્વારા દર વર્ષે કરોડોની ગ્રાન્ટ મનપાને આપવામાં આવી છે.
પ્રજાના ટેક્ષના નાણા પેટે પાટા બાંધીને ટેક્ષ ભરી રહી છે પરંતુ એકહથ્થુ શાસન ધીંગી બહુમતી સામે વિરોધ પક્ષ જેવું કંઈ જ ન રહેતા ઘંટીના પડની વચ્ચે પ્રજા પીસાઈ રહી છે. નબળી નેતાગીરી ભાજપમાં અંદરો અંદર ખેંચતાણના કારણે વિકાસ કામો પૂર્ણ થયા નહીં તેવો જનતાનો સુર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy