સમગ્ર દેશમાં મોદીની ગેરેંટીની અભૂતપૂર્વ લહેર જામનગરમાં પૂનમબેનમાડમને ભવ્ય જીત અપાવશે

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Jamnagar | 19 April, 2024 | 03:15 PM
♦ જામનગરમાં ભાજપ દ્વારા યોજાયું જંગી વિજય વિશ્વાસ સંમેલન: ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની ઉમેદવારી પૂર્વે ઓસવાળ સેન્ટર ખાતે યોજાયેલ સંમેલનમાં હજારો લોકોની હાજરીથી કેસરિયો માહોલ: દેશની ખાડે ગયેલી અર્થવ્યવસ્થાને મજબુતી આપી મોદી સરકારે વિકાસના નવા શિખરો સર કર્યા, સમગ્ર દેશમાં મોદીની ગેરેન્ટી જ ઐતિહાીસક જીતની કેડી કંડારશે-કેન્દ્રિય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર: છેલ્લા 10 વર્ષમાં જામનગર લોકસભા વિસ્તારમાં થયેલાં કાર્યો કરતાં બમણા કાર્યો આગામી પાંચ વર્ષમાં કરવા પૂનમબેનની પાણીદાર ખાત્રી: ભાજપના આગેવાનો, મંત્રીઓ, ધારાસભ્યો, સંગઠ્ઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો ઉપરાંત વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપરાંત શુભેચ્છકોની ઉપસ્થિતિ: પૂનમબેનના સમર્થનમાં નિકળેલી વિજય સંકલ્પ રેલીમાં હજારો લોકો જોડાયા: પૂનમબેનને પાંચ લાખની સરસાઇથી જીતાડવા હાલારવાસીઓમાં ભારે ઉત્સાહ: સંમેલનમાં કેન્દ્ર અને પ્રદેશના નેતાઓ ઉપરાંત સ્થાનિક આગેવાનો, સામાજીક આગેવાનો તથા સાધુ-સંતો અને સાહત્યિકારોની પ્રેરક ઉપસ્થિતિ
સાંજ સમાચાર

જામનગર તા.19
12 લોકસભા (જામનગર-દ્વારકા) ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા નામાંકન પત્ર ભરવા અન્વયે વિજય વિશ્ર્વાસ સંમેલન તથા રેલીનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં 10,000 થી વધુ સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યર્કમની શરૂઆતમાં જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ હતું. આ સંમલેનમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સમગ્ર દેશમાં 370 થી વધુ બેઠક જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જામનગરમાં પૂનમબેન માડમ ઐતિહાસિક સરસાઇથી ચૂંટાઇને જીતની હેટ્રીક નોંધાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ચીમનભાઈ સાપરીયાએ સૌની યોજના વિષે ઉદબોધન કરતા જણાવેલ કે આ યોજના દ્વારા નર્મદાનું પાણી રાજ્યના ખૂણે ખૂણા સુધી પહોંચાડવું શક્ય બન્યું છે, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એ જ્ણાવેક કે, 60 વર્ષના સાશનની સામે 10 વર્ષમાં જન્મથી મૃત્યુ સુધીની તમામ યોજનાઓ આપવામાં આવી છે.

નરેન્દ્રભાઈ મોદીની યોજનાઓનું લિસ્ટ ઘણું લાબું છે, આયુષ્માન કાર્ડથી તબીબી સારવાર ફ્રી મળી રહી છે, સુરક્ષા સાથે સૌનો વિકાસ થઇ રહ્યો છે, આ તબ્બકે પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા એ જણાવેલ કે પૂનમબેનને એક સાંસદ શું કરી શકે? એ સાબિત કરી બતાવ્યું છે, તેમના દશ વર્ષના કાર્યને યાદ કરીને ફરીથી જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી.

જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ જણાવેક કે આ વાત 26 સીટ જીતવાની નથી આ વાત સનાતન સંસ્કૃતિની છે, આ વાત 2047 સુધીમાં ભારતને વિશ્ર્વગુરૂ બનાવવાની છે. આ વાત વિક્સિત ભારતને વધુ ઉત્કૃષ્ટ બનાવવાની છે.

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક એ જ્ણાવેક કે આ દેવોનો, ઋષિઓનો દેશ છે, ગંગાનો દેશ છે, ચાર ધામનો દેશ છે, આ ચૂંટણી આપણે આપણી માતા ભારત માતા શોભી ઉઠે તે રીતે લડવાની છે. નરેન્દ્રભાઇ મોદી આવ્યા પછી દેશની સુરત બદલાઈ છે, મતદાન આપણે દેશ માટે, ભારત માતા માટે કરીએ. સૌએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. મંત્રી જગદીશભાઈ પંચાલે જણાવેક કે દેશને વિક્સિત બનાવવા મતદાન કરો, નરેન્દ્રભાઈ મોદી એવા વડાપ્રધાન છે જેઓ એ એક દિવસ પણ રાજા નથી લીધી, આવા સમર્પિત વડાપ્રધાન માટે એક દિવસ રજા રાખી મતદાન ચોક્કસ કરો.

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમને જુંગી બહુમતીથી જીતાડવા અપીલ કરેલ હતી. પૂર્વગૃહમંત્રી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ જણાવેલ કે, આ ચૂંટણી સાંસદની આવનારા પાંચ વર્ષ માટેની નથી, છેલ્લા દશ વર્ષમાં જે કામ થયા છે, તે આગળ વધારવાની છે. 2024ના મોદીજીની ગેરેંટી છે, આર્થિક વિકાસની આ યાત્રા આગળ વધારવાની છે, જે લોકો ભારતને ગરીબ દેશ કહેતા હતા, તેને વિક્સિત ભારત બનાવવાની ચૂંટણી છે. આવનારી પેઢી માટેના સુખી જીવનની તૈયારીની ચૂંટણી છે. પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શુભેચ્છા પાઠવતા જુંગી બહુમતી સાથે પૂનમબેન માડમને જીતાડવા જીતાડવા અપીલ કરેલ હતી.

કેન્દ્રીય રમતગમત વિભાગના મંત્રી અનુરાગ ઠાકુરએ જણાવેલ કે નરેન્દ્રભાઈ મોદીજીએ તપ કર્યું, ધ્યાન ધર્યું, વિરાશત બચાવી. સાથે સાથે દેશનો વિકાસ કર્યો. દશ વર્ષમાં ગેસ, મકાન, વીજળી, શૌચાલય, દવા, અનાજ, ઘર ઘર પહોચાડ્યું છે. દશ વર્ષ પહેલા ભારતની અર્થ વ્યસ્થા લડખડાતી હતી. મોદીજીએ તેને મજબૂત બનાવી, દુનિયામાં સ્થાન અપાવ્યું, દુનિયામાં ઝડપથી આગળ વધવા વાળો દેશ બનાવ્યો. થોડા વર્ષ પહેલા ડિફેન્સ માટે સાધનો આયાત કરવા પડતા હતા આજે બધું જ દેશમાં બનાવી શકાય છે.

આપણે ભારતને વધુ મજબૂત બનાવશું, ખોટા રેશનકાર્ડ, ખોટા કનેક્શન રદ કરી તેની સબસીડી અન્ય લોક કલ્યાણ કાર્યમાં વાપરીએ, નારી શક્તિ વંદન બિલ, 33% સ્ત્રી અનામત, દુનિયાના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી ભારતને આગળ વધારવા પૂનમબેનને જંગી લીડથી જિતાડીએ. 400 થી વધુ સીટ જીતાડીને ફરીથી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રધાનમંત્રી બનાવીએ.

વિજય વિશ્વાસ સંમેલન પછી ભાજપ દ્વારા પૂનમબેન માડમના સમર્થનમાં જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓશવાળ સેન્ટરથી કલેકટર ઓફીસ સુધી જંગી મેદની, ઢોલ, ઉત્સાહ સાથે રેલી યોજાઈ હતી. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. તમામ આગેવાનોએ પોતાના ઉદબોધનમાં પૂનમબેન માડમને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરેલ હતી. 12 લોકસભા મત વિસ્તાર (જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા) ના સાંસદ પૂનમબેન માડમએ જણાવેલ કે આ ચૂંટણી ભારત દેશ માટે મહત્વની છે,

આમાં વ્યક્તિ ગૌણ છે, રાષ્ટ્રના વિકાશની, રાષ્ટ્રની ઓળખની ચૂંટણી છે. આપણા લોકહૃદય સમ્રાટ નરેન્દ્રભાઇ મોદીજી કહે છે તેમ આ સમય ભારતનો સમય છે. વિશ્ર્વમાં ભારતની નોંધ થઇ હોય ત્યારે લોકોએ આગળ આવી ભારતના હિતમાં મોદીના હાથ મજબુત કરવાનો સમય છે. રાષ્ટ્રની વાત હોય ત્યારે બીજા બધા પ્રશ્ર્નો ગૌણ છે. તેમણે સાંસદ તરીક દશ વર્ષમાં જેટલાં કાર્યો કર્યા છે તેના કરતા પણ બમણાં કાર્યો આવતા પાંચ વર્ષમાં કરવાની ખાત્રી આપી મોદીજીના વિક્સિત ભારતના સંકલ્પમાં હાલારના દરેક પરિવારને જોડાવા અપીલ કરેલ હતી.

આ તબક્કે 12 લોકસભા (જામનગર-દેવભૂમિ દ્વારકા) સાંસદ અને ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં યોજાયેલા સંમેલનમાં કેન્દ્રીય, પ્રદેશ અને સ્થાનિક નેતૃત્વના નેતાઓ અગ્રણીઓ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, નાયબ દંડક જગદીશ મકવાણા, પૂર્વ રાજ્યગૃહમંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોવર્ધનભાઈ ઝાફડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ પ્રેસિડેન્ટ અને દ્વારકાધિશ દેવસ્થાન સમિત્તિના ઉપાધ્યક્ષ ધનરાજભાઇ નથવાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ - ક્લસ્ટર પ્રભારી આર.સી.ફળદુ,  પૂર્વ કેબિનેટ મંત્રી - ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, દેવભૂમિ દ્વારકા અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, પોરબંદરના સાંસદ રમેશ ધડૂક, ધારાસભ્ય પબુભા માણેક, મેઘજીભાઈ ચાવડા, રીવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, પ્રભારી, જામનગર જિલ્લો ભાનુભાઇ મહેતા, પ્રભારી, જામનગર શહેર પલ્લવીબેન ઠાકર, દેવભૂમિ દ્વારકા પ્રભારી, મહેન્દ્રસિંહ સરવૈયા, મેયર વિનોદ ખીમસુર્યા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, પ્રમુખ, જિલ્લા પંચાયત, જામનગર મયબેન ગરચર, ઉપપ્રમુખ હસમુખ કણજારીયા, ઉપપ્રમુખ અનિલ ભરતભાઈ ચાવડા, પૂર્વ સાંસદ અને જિલ્લા પૂર્વ અધ્યક્ષ ચંદ્રેશ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી અને સંયોજક, જામજોધપુર વિધાનશભા ચીમનભાઈ સાપરીયા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટર, સંયોજક લોકશભા, લોકશભા પ્રભારી વેલજીભાઇ મસાણી, જામનગર ડો.વિનોદ ભડેરી, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, લાલજીભાઈ સોલંકી, ચિરાગભાઈ કાલરીયા, વલ્લભભાઈ ધારવીયા, મેરામણભાઇ ગોરીયા, ચેરમેન, જામનગર ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેન્ક, જીતુભાઇ લાલ, એમ.ડી ધરમશી ચનારીયા, વાઇસ ચેરમેન બળદેવસિંહ જાડેજા. સંયોજક, કાલાવડ વિધાનસભા, જિલ્લા પંચાયત કારોબારી ચેરેમન ચંદ્રિકાબેન અઘેરાં, દેવભૂમિ હિરેન્દ્રભાઈ કંજરીયા, જિલ્લા દૂધસંઘના કાંતિભાઈ ગઢીયા, ગાંડુભાઇ ડાંગરીયા, પ્રભારી, પરેશભાઈ પટેલ, સંયોજક, 77 વિધાનસભા (જામનગર ગ્રામ્ય) દિલીપસિંહ ચુડાસમા, પ્રભારી નિલેશભાઈ ઉદાણી, સંયોજક, જામજોધપુર વિધાનસભા ચીમનભાઈ સાપરીયા, પ્રભારી નિર્મળભાઈ સામાણી, સંયોજક, 78 વિધાનસભા જામનગર ઉત્તર ધર્મરાજસિંહ જાડેજા, પ્રભારી સુરેશભાઈ વસરા, સંયોજક, દિવ્યેશભાઈ અકબરી 79 વિધાનસભા, પ્રભારી, હિરેનભાઈ પારેખ, સંયોજક, 81 વિધાનસભા ખંભાળિયા  પાલભાઈ કરમુર, પ્રભારી ઉમંગભાઈ પંડ્યા, સંયોજક 82, વિધાનસભા દ્વારકા, સંદીપભાઈ માણેક, પ્રભારી વિપુલભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી ડો. વઅલ્લભ કથીરિયા, ધવલ દવે, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર, રાજકોટના પૂર્વ મેયર પ્રણવ ડવ, જામનગર શહેર મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષેક પટવા, દેવભૂમિ દ્વારકા જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા સહીત મોરચામાં પદાધિકારીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીઓ હોદેદારો, સંગઠન કારોબારી સભ્યોની ઉપસ્થિત રહ્યા. આશરે 20,000 થી વધુ જન મેદની સાથે સંમેલન તથા રેલી યોજાઈ હતી.

સાંસદ પૂનમબેન માડમને વિશિષ્ટ આર્શીવાદ પ્રદાન કરવા માટે શ્રી સ્વામીના2ાયણ મંદિરના મહંતશ્રી ચત્રભૂજદાસજી, મનોકામના સિધ્ધ હનુમાન આશ્રમના મહંતશ્રી નરસિંહદાસજી, શ્રી જેઠાઆતા (ભુવા આતા), લાંબાવાળા, શ્રી મુરાઆતા (ભુવા આતા) બેડ વાળા, શ્રી સતાધાર આશ્રમ કાલાવડના શ્રી શાન્તુરામ બાપુ, શિવ આશ્રમ નવાગામ ના શ્રી હંસદેવગીરી બાપુ, શ્રી અમીતભાઈ ઓડીચ, કથાકાર શ્રી કિશોરભાઈ અગ્રાવત, સિકકાના શ્રી કૈલાશગીરી બાપુ ખાસ ઉપસ્થિત રહેલ હતાં.

શ્રી ન2ેન્ભાઈ મોદીનો સંદેશ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જન જન સુધી પહોંચડવા પ્રતિબધ્ધ એવા ભાજપના જામનગર જિલ્લા ભાજપ પ્રભા2ી શ્રી ભાનુભાઈ મહેતા, જામનગર શહેર પ્રભારી  પલ્લવીબેન ઠાકર , દેવભૂમિ દ્વારકા પ્રભારી મહેન્સિંહ સરવૈયા, મેયરશ્રી વિનોદભાઈ ખીમસુર્યા, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર, પૂર્વ સાંસદ ચેંશભાઈ પટેલ, પૂર્વ મંત્રીઓ ચીમનભાઈ શાપરીયા, પ્રો. વસુબેન ત્રિવેદી, પરમાણંદભાઈ ખટૃર, લોક્સભા પ્રભારી  વેલજીભાઈ મસાણી, લોક્સભા સંયોજક ડો. વિનોદ ભંડેરી, પૂર્વ ધારાસભ્યો શ્રી બ્રિજરાજસિંહ જાડેજા, લાલજીભાઈ સોલંકી, મનહરભાઈ ઝાલા, ચીરાગભાઈ કાલરીર્યા,વલ્લભભાઈ ધારવીયા, મરામણભાઈ ગોરીયા, જામનગર ડી. બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, લોક્સભા વિસ્તારક નટુભાઈ પટેલ, જામનગર  જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો ધરમશીભાઈ ચનીયારા, જયાબેન ભંડે2ી, જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષો ડો. પી. બી. વસોયા, સુર્યકાંતભાઈ મઢવી, જામનગર શહેરના પૂર્વ અધ્યક્ષો હસમુખભાઈ હિંડોચા, અશોકભાઈ નંદા, નિલેશભાઈ ઉદાણી, મુકેશભાઈ દાસાણી, હિતેનભાઈ ભટૃ, બીપીનભાઈ ઝવેરી, 76 કાલાવડ વિધાનસભાના સંયોજક ગાંડુભાઈ ડાંગરીયા, 77-જામનગર ના સંયોજક દિલીપસિંહ ચુડાસમા, 78 જામનગરના સંયોજક ધર્મરાજસિંહ જાડેજા, 82 વિધાનસભાના સંયોજક સંદિપભાઈ માણેક, જામનગર મહાનગરના પૂર્વ મેયર શ્રીઓ બીનાબેન કોઠારી, પ્રતિભાબેન કનખરા, હસમુખભાઈ જેઠવા, દિનેશભાઈ પટેલ, અમીબેન પરીખ, જયશ્રીબેન જાની, સનતભાઈ મહેતા, અવિનાશભાઈ ભટૃ સહિત દેવભૂમિદ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી,મહામંત્રીઓ, યુવ2ાજસિંહ વાઢેર, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા સહિત સમગ્ર ટીમ, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષેકભાઈ પટવા, જામનગર મહાનગર મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા ઉપરાંત જામનગર મહાનગર, જામનગર જિલ્લો અને દેવભૂમિદ્વારકાજિલ્લા ભાજપના તમામ અગ્રણીઓ, ચૂંટાયેલ પ્રતિનિધિઓ, મોરચાના પદાધિકા2ીઓ ઉપસ્થિત રહેલ. લોક્સભાની ચૂંટણી પહેલા સમગ્ર હાલારમાં એક પ્રકારનું સકારાત્મક પિરવર્તનની લહેર ઉઠી છે, જે પૂનમબેન માડમને ફરી વિજયી બનાવશે જેમાં કોઈ શંકા ન નથી તેમ ઉપસ્થિત સૌનું તારણ હોવાનું 12-જામનગર લોક્સભાના મીડીયા ઈન્ચાર્જ ભાગર્વ ઠાકર અને દીપાબેન સોનીની સંયુક્ત અખબારી યાદીમાં જણાવેલ છે.

♦ આ ચૂંટણી ભાજપ માટે નહીં પરંતુ વિકસીત ભારત માટે: પૂનમબેન માડમ

જામનગર લોકસભાની બેઠકના ઉમેદવાર પૂનમબેન માડમના જન સમર્થનમાં યોજાયેલી વિજય સંકલ્પ રેલીમાં સર્વે વક્તાઓએ ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યો વિશેની વાત કર્યા પછી તેનો પ્રત્યુતર આપતી સમયે અને પોતાનો પ્રતિભાવ રજૂ કરતી સમયે સાંસદ પૂનમબેન માડમ એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતુંઝ કે આ 2024 ની ચૂંટણી એ માત્ર ભારતીય જનતા પાર્ટી, કે વ્યક્તિ વિષેશ નહિ, પરંતુ આ ચૂંટણી વિકસિત ભારત માટેની ચૂંટણી છે.
 

ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ 2047 નો સંકલ્પ કર્યો છે. અને વિશ્વ ની ત્રીજી અર્થ વ્યવસ્થા બનાવવા માટે છે. તેના પ્રથમ ચરણની આ ચૂંટણી છે, અને તેમાં સૌ લોકોએ અવશ્ય મતદાન કરીને ભારતના વિકાસનો પાયો નાખવા માટે ભાર મૂક્યો હતો.

♦ હાલારનો હુંકાર, પૂનમબેન ફરી એકવારના સુત્ર સાથે નારી શક્તિના દર્શન 

જામનગર લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનું ઉમેદવારી પત્ર ભરવા માટે યોજાઈ ગયેલી વિજય સંકલ્પ રેલીમાં હાલારની દીકરીને પ્રચંડ સમર્થન આપવા માટે બહેનોની મોટી સંખ્યામાં ઓશવાળ સેન્ટરમાં હાજરી જોવા મળી હતી, અને નારી શક્તિના દર્શન થયા હતા.
 જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમને આવકારવા માટે જામનગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, તેમજ અન્ય મહિલા કોર્પોરેટરો, અને શહેર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારો સહિતના મહિલા અગ્રણીઓ પોતાના હાથમાં બેનર- પોસ્ટર લગાવી હાલરનો હૂંકાર, પૂનમબેન ફરી એકવાર સાથે ના સુત્રો દર્શાવીને ભવ્ય આવકાર આપ્યો હતો.

 પૂનમબેન માડમ જ્યારે કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગજી ઠાકુરની સાથે મંચ પર આવવા માટે પ્રવેશ્યા હતા, જે દરમિયાન ઉપરોક્ત તમામ બહેનો દ્વારા પૂનમબેન માડમ ને આવકાર અપાયો હતો, અને કેન્દ્રીય મંત્રી પણ પૂનમબેન માડમ પ્રત્યેનો જામનગરની સન્નારીઓનો આવકાર નિહાળીને અભિભૂત થયા હતા.

♦ ગાંધીનગર અને નવસારી પછી સૌથી વધુ લીડ જામનગરની હશે- ભુપેન્દ્રસિંહ ચુડાસમા

 ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા આ જન સમર્થન રેલી માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધુ લીડ ગાંધીનગર અને ત્યારબાદ નવસારી ની રહેશે. તે પછી ત્રીજા સ્થાને સૌથી વધુ જંગી લીડ જામનગરની બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ ને મળશે, તેવો માહોલ મને દેખાઈ રહ્યો છે.

 ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે પૂનમબેન માડમ જ્યારે પ્રથમ ચૂંટણી લડ્યાઝ ત્યારે 2014માં પણ હું હાજર રહ્યો હતો, અને ત્યારબાદ 2019 ની ચૂંટણીમાં પણ હું હાજર રહ્યો હતો, અને ત્યારનું જન સમર્થન બાદ આજની આ જંગી જનમેદનીને જોઈને ગુજરાતમાં ત્રીજા નંબરની લીડ જામનગરની રહેશે, તેવો મને પાકો વિશ્વાસ છે, એવી વાત કહેતાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉપસ્થિત ભાજપના સમર્થકોએ ભારત માતાકી જયના નારાઓ ગજવ્યા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj