1લી જુનની નોર્મલ તારીખને બદલે બે દિવસ વ્હેલુ આગમન થઇ જશે

આનંદો.... આવતા 24 કલાકમાં ભારતમાં ચોમાસાની એન્ટ્રી

India | 29 May, 2024 | 03:54 PM
♦ હવામાન વિભાગની આગાહી: કેરળમાં પ્રવેશ કરશે; રાજ્યના અર્ધો ડઝન જીલ્લાઓમાં એલર્ટ
સાંજ સમાચાર

♦ ચોમાસાના આગમન વચ્ચે રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં હીટવેવનું રેડએલર્ટ

નવી દિલ્હી, તા.29
આકાશી અગ્નિવર્ષાથી ભારતના ઉત્તરના રાજ્યો તપી જ રહ્યા છે ત્યારે હવે ચોમાસાના ટકોરા પડી ગયા છે. આવતા ચોવિસ કલાકમાં ચોમાસુ કેરળમાં એન્ટ્રી કરશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગે જાહેર કર્યું છે કે આવતા 24 કલાકમાં કેરળમાં ચોમાસાનું આગમન થઇ જશે. રાજ્યના કોલમ, કોટપમ, અર્નાકુલમ સહિત પાંચ જીલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રણ જીલ્લા માટે યલો એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે.

છેલ્લા દિવસોના વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા તથા મિલ્કત નુકશાનીના શ્રેણીબધ્ધ બનાવો બન્યા છે. પોલ્ટ્રીફાર્મમાં હજારો પક્ષીઓનો ભોગ લેવાયો છે. થીરૂવંતપુરમમાં જળબંબાકારની હાલત સર્જાઇ હતી. કોચ્ચીમાં પણ ભારે વરસાદથી પૂરની હાલત સર્જાતા લોકો પરેશાનીમાં મુકાઇ ગયા હતા.

ભારતમાં ચોમાસાની એન્ટ્રીની આગાહી વચ્ચે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ભારતના રાજ્યોમાં આવતીકાલ સુધી સીવીયર હીટવેવની પણ આગાહી કરી છે. પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશમાં ભારે ગરમીનું રેડએલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલ બાદ તબકકાવાર તાપમાનમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને કારણે કામ ચલાઉ રાહત થશે.

આવતીકાલ સુધીમાં ચોમાસાના પ્રવેશના સંજોગોમાં એક જુનની નોર્મલ તારીખની સરખામણીએ બે દિવસ વ્હેલું આગમન ગણાશે. અગાઉ હવામાન વિભાગે 31મી તારીખ જાહેર કરી હતી. દેશમાં ચોમાસુ ઘણુ સારું રહેવાની અને નોર્મલ કરતા પણ વધુ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી જ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj