મોરબી: ટ્રેલરમાં ભરેલ લોખંડની એંગલ સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત

Local | Morbi | 28 April, 2025 | 12:09 PM
ડ્રાઇવરે બેદરકારીથી ભરેલા સામાનમાં બાઇક ઘુસી ગયું
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ)મોરબી, તા.28
રાજકોટ અમદાવાદ હાઈવે રોડ ઉપરથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ટ્રેલરમાં ભરવામાં આવેલ લોખંડના સામાનની એંગલ સાથે યુવાન અથડાયો હતો જેથી ગંભીર ઇજા પામેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામે રહેતા વિપુલકુમાર વેલજીભાઈ મેઘાણી (34) એ ટ્રક નંબર એમએચ 46 એએફ 9050 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

દેવાબાપાની જગ્યા પાસેથી આરોપી ટ્રક ટ્રેલર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમાં ભરવામાં આવેલ લોખંડના સામાનની એંગલો ટ્રેલરની બહારના ભાગમાં નીકળેલી હાલતમાં હતી દરમ્યાન ફરિયાદીનો ભાઈ પ્રકાશભાઈ તેનું બાઈક નંબર જીજે 13 બીએચ 1549 લઈને વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતો હતો.

ત્યારે દેવાબાપાની જગ્યા પાસે ટ્રક ટ્રેકરની સાઈડ કાપવા જતા તેમાં બહાર નીકળેલ લોખંડની એંગલ સાથે ફરિયાદીનો ભાઈ પ્રકાશભાઈ અથડાતાં તેને માથામાં અને શરીરે ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. બનાવ બાદ આરોપી તેનું વાહન લઈને નાશી ગયો હતો જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj