મોરબી: અકસ્માતના કેસમાં 15.79 લાખનું વળતર 9 ટકા વ્યાજ સાથે ચુકાવવા આદેશ

Local | Morbi | 02 April, 2024 | 02:26 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) 
મોરબી તા.2

 

મોરબીમાંથી સાયકલ લઈને જઇ રહેલા વ્યક્તિને ટ્રક ચાલકે હડફેટે લેતા તેનું મોત નીપજયું હતું જે અકસ્માત વળતરનો કેસ ચાલી જતાં ટ્રીબ્યુનલે 15,78,900 નું વળતર 9 ટકા વ્યાજ અને ખર્ચની રકમ સાથે ચૂકવવા માટે આદેશ કરેલ છે.

તા.2/5/2020 ના રોજ મનસુખભાઈ ગોકળભાઇ ચાવડા સાયકલ લઇ ઘરે જતા હતા ત્યારે ટ્રક નં-જીજે 12 બીવી 0009 ના ચાલકે પોતાના હવાલા વાળો ટ્રક પુર ઝડપે બેદરકારીથી ચલાવી અકસ્માત કર્યો હતો જેથી મનસુખભાઇનું અવસાન થયું હતું જે અંગે વારસોએ મોરબીની ટ્રીબ્યુનલમાં અકસ્માત વળતરનો કેઇસ દાખલ કરેલ હતો અને આ અકસ્માત વળતરનો કેઇસ ચાલી જતા ટ્રીબ્યુનલે અરજદારના સીનીયર વકીલ બી.બી. હડીયની ધારદાર દલીલો તથા સુપ્રિમકોર્ટના ચુકાદા ધ્યાને લઇને અજદારોને 15,78,900 નું વળતર 9 % વ્યાજ સહીત ચુકવી આપવા તેમજ ખર્ચની રકમ આપવા માટે હુકમ કરેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj