મોરબી પાટીદાર સમાજની માફી ન માંગતા કાજલ હિન્દુસ્તાની સામે ફરીયાદ નોંધાવવા હાઇકોર્ટમાં પીટીશન કરાઇ: 19 મી એ સુનાવણી

Local | Morbi | 17 April, 2024 | 01:53 PM
સાંજ સમાચાર

જીજ્ઞેશ ભટ્ટ દ્વારા મોરબી તા 17 
 

કાજલ હિન્દુસ્તાની એ સુરતમાં અગાઉ યોજાયેલ કાર્યક્રમમાં મોરબીની દીકરીઓ અને ઉધોગકારો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો જેથી કરીને મોરબીના પાટીદાર સમાજની કાજલ હિન્દુસ્તાની માફી માંગે તેવી માંગ છેલ્લા એક મહિનાથી કરાઇ રહી છે તો પણ તેને માફી માંગી નથી ત્યારે મોરબીના મનોજ પનારાએ વકીલ મારફતે કાજલ હિન્દુસ્તાની સામે હાઇકોર્ટમાં પીટીશન કરેલ છે અને તેની આગામી સુનાવણી તા 19મી એપ્રિલે રાખવામાં આવી છે 
કાજલ હિન્દુસ્તાની દ્વારા પોતાના ભાષણમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદના મુદ્દાને લઈને વાત કરવામાં આવતી હોય છે .

તેવી જ રીતે થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા પાટીદાર સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાનીને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમણે સ્ટેજ ઉપરથી જે ભાષણ આપ્યું છે તેમાં મોરબીમાં જે ઘટના બની નથી તેવી વાત તેમના દ્વારા સ્ટેજ ઉપરથી કરવામાં આવી છે અને મોરબીની દીકરીઓ તેમજ ઉધોગકારોની બદનામી થાય તેવી હલકી કક્ષાની ટિપ્પણી કાજલ હિંદુસ્તાની દ્વારા કરવામાં આવી હોવાથી મોરબીમાં રહેતા પાટીદાર સમાજના યુવા આગેવાન અને પાસના અગ્રણી મનોજભાઈ પનારા દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે કાજલ હિન્દુસ્તાની સામે લેખિત અરજી ફરિયાદ તા 18 માર્ચના રોજ આપવામાં આવેલ હતી ત્યાર બાદ કલેકટરને રેલી યોજીને આવેદન પત્ર અને મોરબીમાં પાટીદારોની જાહેર સભા યોજાઇ હતી જેમા  કાજલ હિંદુસ્તાની પાટીદાર સમાજની જાહેરમાં માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી જો પાટીદાર સમાજની માફી કાજલ હિન્દુસ્તાની દ્વારા માંગવામાં આવી નથી તેવામાં મનોજભાઈ પનારા દ્વારા તેઓના વકીલ જયદીપભાઇ પાંચોટિયા મારફતે હાઇકોર્ટમાં કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવવા માટે થઈને પિટિશન કરવામાં આવેલ છે અને તેની આગામી સુનવણી તા 19 મી એપ્રિલના રોજ રાખવામાં આવી છે 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj