મોરબીના જેપુર ગામે તસ્કરો ત્રાટક્યા: 25 લાખની મતાની ચોરી

Crime | Rajkot | 21 May, 2024 | 11:30 AM
પૂર્વ સરપંચના ઘરના કબાટ-પલંગ ખેદાનમેદાન: 28 તોલા સોનાના દાગીના-6 લાખ રોકડનો હાથ ફેરો: અન્ય મકાનોમાં પણ પ્રયાસ: એલસીબી સહિતની પોલીસ દોડી
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ)  મોરબી તા.21
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામમાં તસ્કરોએ રાત્રિના ધામા નાખ્યા હતા અને ત્યાં પૂર્વ સરપંચ સહિત ત્રણ વ્યક્તિઓના મકાનને નિશાન બનાવ્યા હતા તો બે મકાનમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળ થયા હતા પરંતુ તસ્કરોએ પૂર્વ સરપંચના મકાનને નિશાન બનાવીને ઘરમાં રાખેલ કબાટ અને સેટીના માલ સમાનને વેરવિખેર કરી નાખીને ઘરમાંથી રોકડા રૂપિયા 6 લાખ તથા 28 તોલા સોનાના દાગીના આમ કુલ મળીને અંદાજે 25 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી તાલુકા પોલીસ તેમજ એલસીબી સહિતની ટીમ દોડતી થઈ ગયેલ છે. 

રાત્રી દરમિયાન કરવામાં આવેલ આ લાખો રૂપિયાના મુદામાલની ચોરીના ગુનામાં ભોગ બનેલા પરિવારની ફરિયાદ લેવા માટે અને ચોરી કરીને નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગની મોટી મોટી વાતો કરવામાં આવે છે તેવામાં જો વાત કરીએ તો મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામમાં આજે રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામના પૂર્વ સરપંચના મકાન સહિત કુલ મળીને ત્રણ મકાનોને આ તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા.

જેમાં તકરોએ પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઇ કાવઠીયા, મગનભાઈ શેરસિયા અને હરેશ નરભેરામભાઈ સાણજા મકાનને નિશાન બનાવ્યા હતા અને વધુમાં ગ્રામજનો પાસેથી મળતી વિગત પ્રમાણે હરેશ નરભેરામભાઈના મકાનમાં બારી તોડતા હતા તસ્કરો ત્યારે અવાજ આવવાના કારણે લોકો જાગી જતા તે અંધારાનો લાભ લઈને નાસી છુટ્યા હતા જોકે મગનભાઈ શેરસિયાના ઘરમાં બારીની ગ્રીલ તોડીને પ્રવેશ કરીને 300 રૂપિયાની ચોરી કરવામાં આવી હતી અને કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠીયાના મકાનને નિશાન બનાવીને તેના ઘરમાંથી રોકડા રૂપિયા 6 લાખ તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

હાલમાં જાણવા મળી રહેલ વિગત મુજબ જેપુર ગામના પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઈ કાવઠીયા (68) ના રહેણાંક મકાનને નિશાન બનાવીને તકરોએ પાછળનો દરવાજો તોડીને હોલમાં પ્રવેશ કર્યો હતો, હોલનો દરવાજો ખુલ્યો ન હતો જેથી આ તસ્કરોએ ઘરમાં આગળના ભાગેથી દિવાલ કૂદીને આવ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો આ શખ્સોએ ઘરની અંદર રાખવામાં આવેલ પેટી પલંગ જેવી સેટિ તથા કબાટના માલ સમાનને વેર વિખેર કરી નાખ્યો હતો.

તેમાં રાખેલ રોકડા રૂપિયા 6 લાખ તથા બે ડોકિયા, પાંચ નંગ સોનાની બુટ્ટી, 6 સોનાની વીંટી, બે સોનાના ચેન, ચાર સોનાની બંગડીમ સાડા ત્રણ તોલાનું સોનાનું કડુ, ત્રણ તોલાની સોનાની વીંટી, સોનાના ચાર તોલાથી વધુના ત્રણ ચેન આમ કુલ મળીને સોનાના અંદાજે 28 તોલાના દાગીના તસ્કરો લઈ ગયેલ છે એટલે કે સોનાની વર્તમાન કિંમત મુજબ હિસાબ કરવામાં આવે તો અંદાજે 25 લાખથી વધુના મુદ્દામાલની જેપુર ગામના પૂર્વ સરપંચના મકાનના અંદરથી તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવેલ છે તેવી વિગતો સામે આવી રહી છે.

વધુમાં ગામના લોકો પાસેથી જાણવા મળતી વખતે પ્રમાણે રાત્રિના અંધારામાં ચોરીની આ ઘટનાને અંજામ આપવા માટે લગભગ બે શખ્સો ગામમાં આવ્યા હોય તેવી ચર્ચા થઈ રહી છે જોકે ચોરીની આ ઘટના સામે આવતા હાલમાં પોલીસ તંત્રને દોડતું થઈ ગયું છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ, એલસીબીની ટીમ તેમજ ડોગ સ્કવોડની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ ડોગ સ્કવોડની ટીમને સાથે રાખીને તસ્કરોનું પગેરું મેળવવા માટે થઈને પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. 

બીજી બાજુ ભોગ બનેલા પરિવારની ફરિયાદ લેવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલેખનીય છે કે, પૂર્વ સરપંચના ઘરમાં ચોરી કરવામાં આવી હતી ત્યારે પૂર્વ સરપંચ અને તેના પત્ની બહારના ભાગે ઘરમાં ફળિયામાં સૂતા હતા અને તેના બે દીકરા ગાશી ઉપર સૂતા હતા તેઓને સૂતા રાખીને તસ્કરો ઘરમાં આવીને 25 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમ લઈને નાસી ગયેલ છે તેને પકડવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj