IPL વખતે જ 100 થી વધુ ટીવી ચેનલના પ્રસારણ ખોરવાવાનો ખતરો

India, Sports | 18 February, 2025 | 11:54 AM
વિદેશી સેટેલાઈટ માટે 31 માર્ચ સુધી નિયમનકારની મંજુરી ફરજીયાત અન્યથા પ્રસારણ અવરોધાશે: અનેક સેટેલાઈટની અરજી પ્રોસેસ બાકી, માસાંત સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે.
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.17
 આગામી મહિનામાં ફટાફટ ક્રિકેટની આઈપીએલ ટુર્નામેન્ટની ઉતેજના છે ત્યારે અધવચ્ચે જ પ્રસારણમાં વિક્ષેપ સર્જાવાના ભણકારા છે. કેન્દ્ર સરકારના નિયમને કારણે સોની, સ્ટાર અને ઝી નેટવર્ક સહિતની 100 થી વધુ ચેનલોનું પ્રસારણ અવરોધાઈ શકે છે. આ નેટવર્ક ચેનલ દ્વારા ઉપયોગમાં લેવાતા વિદેશી સેટેલાઈટ સ્પેશ નિયમનકારની મંજુરી ન મેળવે તો જોખમ ઉભુ થઈ શકે છે.

કેન્દ્ર સરકારનાં નિયમ પ્રમાણે ઈન્ડીયન નેશનલ સ્પેશ પ્રમોશન એન્ડ ઓથોરીઝેશન સેન્ટરની 31 માર્ચ સુધીમાં મંજુરી મેળવનાર વિદેશી સેટેલાઈટોને સંચાર પ્રસારણ સેવાની છુટ મળશે. આ નિયમથી બ્રોડકાસ્ટીંગ ટીવીને જ અસર થશે. ઓટીપી એપ્લીકેશનને કોઈ અસર નહિં થાય.

 ઈન્ટેલસેટ, વનવેબ, આઈપીસ્ટાર, ઓર્બીટ કનેકટ તથા ઈન્મારસેટ જેવા કેટલાંક વિદેશી સેટેલાઈટે ભારતીય નિયમનકારની પરવાનગી મેળવી લીધી છે પરંતુ હોંગકોંગ, સ્થિત એશીયા સેટ તથા એપસ્ટાર, ચીનનાં ચાઈના સેટ તથા મલેશીયાનાં મીસેટ દ્વારા હજુ કલીયરન્સ મેળવાયું નથી.

ટીવી બોડકાસ્ટીંગ ક્ષેત્રને એવો આશાવાદ છે કે સરકાર તમામ વિદેશી સેટેલાઈટને મંજુરી આપી દેશે અથવા પ્રસારણની કોઈ અસર ન થાય તે માટે મુદત વધારો આપશે. જોકે, અમુક જાણકારોને એવી શંકા છે કે અમુક સેટેલાઈટ ઓપરેટરોની ચીન સાથેની સાંઠગાંઠ તથા ભૌગોલીક ટેન્શનને કારણે સરકાર વધુ છુટછાટ નહિં આપે.

સુત્રોએ કહ્યું કે વિદેશી સેટેલાઈટની અરજીની પ્રક્રિયા ચાલુ છે. માસાંતે ગૃહ સહિતના મંત્રાલયોની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક બાદ ચિત્ર ઘણા અંશે સ્પષ્ટ થઈ શકશે.  સુત્રોએ કહ્યું કે આવા મહત્વના નિર્ણય લેવામાં સામાન્ય રીતે બે બેઠક થતી હોય છે. 31 માર્ચ સુધીમાં બાકીના વિદેશી સેટેલાઈટને મંજુરી મળશે કે કેમ તે સવાલ છે. માસાંતે ચિત્ર ઘણા અંશે સ્પષ્ટ થઈ શકે.

અમુક વિદેશી સેટેલાઈટે તો તાજેતરમાં જ અરજી કરી છે તમામ જરૂરી વિગતો પુરી પાડે પછી મંજુરી પ્રક્રિયામાં 120 દિવસ થતા હોય છે. જોકે અમુક અરજીઓ ગત સપ્ટેમ્બર મહિનાથી પેન્ડીંગ છે. ઘણી વખત અરજી અધુરી હોય ત્યારે કવેરી કાઢવામાં આવતી હોય છે. તમામ વિગતો મળ્યા બાદ જ અરજી સ્ટેન્ડીંગ કમીટીમાં પહોંચે છે કમીટી તમામ માપદંડ ચકાસે છે. આંતરીક સુરક્ષા પર ખાસ ફોકસ રાખવામાં આવે છે.

વિદેશી સેટેલાઈટને સમયસર મંજુરી ન મળવાના સંજોગોમાં તેનું પ્રસારણ ખોરવાવાનું જોખમ ઉભુ થશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj