રાજકોટ, તા. 20
નવી જંત્રી સામે વાંધા અરજી રજૂ કરવાનો આજે અંતિમ દિવસ હોય, રાજકોટ સહિત રાજયભરમાંથી અત્યાર સુધીમાં 7 હજારથી વધુ વાંધા અરજીઓ થવા પામી છે. જેમાં કેટલીક અરજીઓ ઓનલાઇન સબમીટ થવા પામી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે નવી જંત્રી સામે વિરોધનો વંટોળ ઉઠવા પામ્યા બાદ રાજય સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ કલેકટરના વડપણ હેઠળ આ માટે ખાસ કમીટીની રચનાઓ કરવામાં આવી છે.
આ કમીટી દ્વારા વાંધા અરજીઓની સમીક્ષા કર્યા બાદ આ બાબતે રાજય સરકારમાં રીપોર્ટ કરવામાં આવનાર છે. જંત્રીદરના મુદ્દે આખરી નિર્ણય રાજય સરકાર દ્વારા જ કરવામાં આવશે. નવી જંત્રીના દરોમાં વિસંગતતા રહ્યાની ફરિયાદો ઉઠવા પામી હતી.
આ બાબતે બિલ્ડરો તેમજ રેવન્યુ બાર એસો. દ્વારા કલેકટર અને રાજય સરકારને રજૂઆત કરવામાં આવ્યા બાદ નવા જંત્રી દર સામે રાજય સરકાર દ્વારા ગત તા. 2 જાન્યુઆરીના જંત્રી સુધારણા કમીટીની રચના કરવામાં આવી છે. નવા જંત્રી દરના જો અમલ કરવામાં આવશે તો મકાનોની કિંમતમાં 30 થી 3પ ટકાનો વધારો થવાની શકયતા વ્યકત કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy