રાજકોટ,તા.17
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ બે દિવસ માટે સવારનાં ભાગે ભેજવાળા હવામાન સાથે ધૂમ્મસ ભર્યુ વાતાવરણ રહેશે અને સવારનાં તથા બપોરનાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
ચાલુ સપ્તાહ દરમ્યાન ખાસ કરીને આવતા બે દિવસ સુધી સવારનાં ભાગે ભેજ વધતા ધૂમ્મસ છવાશે અને બાદમાં સવારનાં તથા બપોરનાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે.
સવારનાં ભાગે લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થશે. અને સવારે 17 થી 18 ડિગ્રી, તાપમાન રહેશે. આ ઉપરાંત બપોરનાં ભાગે પણ રાજકોટ સહિત અનેક સ્થળોએ 33 થી 36 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાશે અને બપોરનાં સમયે ગરમીનો અહેસાસ થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy