(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા)
મોરબી,તા.13
વાંકાનેરના ચંદ્રપુર ગામે દીકરીની છેડતી કરવામાં આવી હતી જેથી કરીને મહિલા સહિતના ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે આરોપીઓએ ઝઘડો કર્યો હતો અને બાદમાં સમાધાન માટે ભેગ થયા હતા ત્યારે છ આરોપીઓએ છરી, પાઇપ જેવા હથિયાર સાથે હુમલો કર્યો હતો અને ચાર લોકોને માર માર્યો હતો જેથી પોલીસે ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ કરી છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના ગારીડા ગામે રહેતા રૂકમુદિનભાઈ અમનજીભાઈ માથકીયા (31)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફિરદોશભાઈ મુનાફભાઈ જુણેજા, શબીર સમાભાઈ, ફૈઝલ મુનાફભાઈ જુણેજા, ઈમરાનભાઈ સમશેરભાઈ ખલીફા, બસીરભાઈ ખલીફા તથા સમસેરભાઈ ખલીફા વાળાની સામે ફરિયાદ કરેલ છે.
જેમાં જણાવ્યુ છે કે, આરોપી ઇમરાન સમશેરભાઈ ખલીફા સાહેદ રિઝવાનાબેનની દીકરી સાથે અસભ્ય વર્તન કર્યું હતું જેથી તેને ઠપકો આપતા આરોપી ફિરદોશભાઈ મુનાફભાઈ જુણેજા, શબીર સમાભાઈ, ફૈઝલ મુનાફભાઈ જુણેજા અને ઈમરાનભાઈ સમશેરભાઈ ખલીફાએ મહિલાને લાફો મારીને છાતીમાં પાઇપ માર્યો હતો.
ત્યાર બાદ સમાધાન કરવા માટે ગયા હતા ત્યારે બસીરભાઈ ખલીફા તથા સમસેરભાઈ ખલીફાએ મહિલાના ઘર પાસે આવીને તું તારી કરી હતી ત્યાર બાદ છરી અને પાઇપ જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો.
ત્યારે જાકીરહુશેનભાઈને માથામાં ઇજા થતા બે ટાકા, અકમલરજાભાઈને માથામાં ઇજા થતાં બે ટાકા અને ઈસ્માઈલભાઈને જમણા હાથે કોણીએ ઇજા થતાં પાંચ ટાકા આવ્યા હત આને ફરી તથા સાહેદોને શરીરે મુંઢ ઈજા કરી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy