મહેસુલ કાયદામાં સુધારાઓ અંગે કમીટીનાં સુચનો સ્વીકારવા ગ્રેટર ચેમ્બરની રજુઆત

Local | Rajkot | 28 February, 2024 | 05:05 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા. 28
હાલમાં ગુજરાત સરકારના મહેસુલી કાયદા વહીવટ વધુ અસરકારક બનાવવાના શુભ હેતુ સાથે કાયદાની સમીક્ષા કરીને પ્રક્રિયા સરળ બનાવવાની ભલામણો સુચવવા માટે નિવૃત આઇ.એ.એસ. અધિકારી સી.એલ. મીનાના વડપણ હેઠળ ચાર સભ્યોની કમીટીની રચના કરી હતી તેના દ્વારા સંબંધીત પક્ષકારોના સુચનો મેળવવામાં આવ્યા હતા અને હવે વિવિધ બદલાવ-સુધારા માટે સરકારને રીપોર્ટ કરવામાં આવ્યો છે.

કમીટી દ્વારા એવુ સુચન થયેલ છે કે, જમીન બીનખેતી પ્રક્રિયા અત્યંત ગુંચવાડાભરી છે અને તેમાં સુધારો કરવો આવશ્યક છે. ટી.પી. સ્કીમ લાગુ પડી ગઇ હોય અથવા ટી.પી. સ્કીમનો મુસદ્દો તૈયાર થઇ ગયો હોય તેવા ક્ષેત્રોની જમીન બીનખેતી પ્રક્રિયામાંથી મુકિત આપવાની ભલામણ કરવામાં આવી છે.

આ ઉપરાંત જાણવા મળ્યા અનુસાર સરકારી અમલદાર દ્વારા એ વાતની પુષ્ટી કરવામાં આવેલ છે કે, નવી શરતની જમીનને જુની શરતમાં ફેરવવા સંબંધી પ્રક્રિયામાં બીનખેતી તથા પ્રિમીયમ આવકને કોઇ અસર ન થાય તે પ્રકારનો સરકારનો અભિગમ અપનાવાશે. 

પ્રવર્તમાન કાયદા હેઠળ ખેડુત ખાતેદાર સીવાયની વ્યકિત દ્વારા પોતાની જમીન ખરીદવામાં આવે તો તે રદબાતલ થાય છે અને સરકાર તેના પર દાવો કરીને કબજો મેળવી શકે છે. નવા સુધારામાં સરકાર આ જોગવાઇ રદ કરી નાખશે. આ ઉપરાંત વિવિધ કારણોસર બીનખેતી પ્રમાણપત્રની છુટ નથી તેમાં પણ પ્રક્રિયા સરળ બનાવી દેવાશે.

આ પ્રકારની ઉપરોકત સુચવેલ ભલામણોને નવા સુધારાવાળા કાયદામાં અમલી બનાવવા અને ગુજરાતની પ્રજાને મહેસુલ કાયદામાં થયેલ સુધારાને હર્ષભેર વધાવી લેવાનો રૂડો અવસર મળે તેવા જાહેરાત કરવા માટે અમારી સંસ્થા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની રજુઆત ગુજરાત રાજયના મહેસુલ મંત્રીને કરવામાં આવેલ હતી. ચેરમેન કાંતીભાઇ તથા નિયામક હર્ષદભાઈ ખૂંટ દ્વારા જણાવવામાં આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj