(સમીર વિરાણી દ્વારા)
બગસરા,તા.13
બગસરા શહેરમાં તાજેતરમાં મુ ગલપરા પરિવારમાં થયેલ લગ્ન પ્રસંગમાં આવેલ ચાંદલાની રકમ ગૌ સેવા માટે અર્પણ કરી સમાજને નવી રાહ બતાવી છે. થોડા સમય પહેલા પણ મુગલપરામાં લગ્નનો ચાંદલો સીયારામ ગૌશાળાને અર્પણ કર્યું હતું ફરી પોતાની ઘરે દીકરાના લગ્ન હોય ફરીવાર સો ટકા ચાંદલાની રકમ ગૌશાળાને અર્પણ કરી લોકોને પ્રેરણા આપીવિગત મુજબ બગસરા પાસેના હામાપુર ગામના વતની હાલ બગસરામાં રહેતા . અનિલભાઈ મુ ગલપરા કિશોરભાઈ મુગલપરા બાવજીભાઈ પોપટભાઈ મુગલપરા ના પુત્ર પ્રિન્સ તથા શાંતિભાઈ ઝીણાભાઈ મુગલપરા ના પુત્ર યસના લગ્ન પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવેલ હતા.
આ લગ્ન પ્રસંગ નિમિત્તે ઉપસ્થિત રહેલા મહેમાનો તથા સગા સંબંધીઓ દ્વારા આપવામાં આવેલ ચાંદલાની ભેટ ની રકમ રૂપિયા રૂ।,2,30,000 થયેલ હતી. મુગલપરા પરિવાર દ્વારા આ રકમને બગસરા ની સિયારામ ગૌશાળા ને અર્પણ કરી હતી તેમજ ગાયોના રક્ષણ માટે આ રકમ વાપરવા અનુરોધ કર્યો હતો. શ્રીમંત પરિવારો દ્વારા પ્રસંગ નિમિત્તે આવતી ચાંદલાની રકમ ગૌશાળા અને અર્પણ કરી મુગલપરા પરિવાર દ્વારા સમાજને નવી રાહ બતાવી છે.(તસવીર: સમીર વિરાણી બગસરા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy