ઢાકા (બાંગ્લાદેશ) તા.17
અમેરિકાનાં પ્રતિષ્ઠિત મેગેઝીન ‘ટાઈમ’એ દુનિયાની 10 પ્રભાવશાળી હસ્તિઓની યાદી જાહેર કરી છે. જેમાં બાંગ્લાદેશમાં તખ્તાપલટ કરાવનાર ઝેરિલા મોહમ્મદ યુનુસને જગ્યા મળી છે. પરંતુ એકપણ ભારતીય વ્યકિતને સ્થાન નથી અપાયું. એટલુ જ નહિં અમેરિકાનાં પૂર્વ વિદેશમંત્રી હિલેરી કલીન્ટને મોહમ્મદ યુનુસની જોરદાર પ્રસંસા કરી છે.
‘ટાઈમ’ મેગેઝીનમાં 100 પ્રભાવશાળી હસ્તિયોની યાદીમાં મોહમ્મદ યુનુસને ગત વર્ષ છાત્રોના વિદ્રોહને લઈને શેખ હસીનાનાં તખ્તાપલટ બાદ સ્થાન અપાયું છે.
હિલેરીએ યુનુસનાં વખાણ કર્યા
‘ટાઈમ’માં પ્રકાશિત લેખમાં અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી કલિન્ટને મોહમ્મદ યુનુસનાં જોરદાર વખાણ કર્યા છે. તેમણે હિંસક છાત્ર પ્રદર્શન બાદ બાંગ્લાદેશને લોકશાહીની તરફ લઈ જવામાં મોહમ્મદ યુનુસની ભુમિકાની પ્રસંસા કરી છે.
જોકે, બાંગ્લાદેશનાં જ રાજનીતિક દળો હવે દેશમાં લોકશાહીની બહાલીનાં મોહમ્મદ યુનુસનાં પ્રયાસોને શંકાની નજરે જોઈ રહ્યા છે. કિલન્ટને લખ્યુ-ગત વર્ષે છાત્ર નેતૃત્વવાળા વિદ્રોહે બાંગ્લાદેશની સતાવાદી વડાપ્રધાનને ઉખાડી ફેંકી હતી.
ત્યારબાદ એક જાણીતા નેતાએ દેશને લોકશાહી તરફ લઈ જવામાં પગલા ઉઠાવેલા. હિલેરી કલીન્ટને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશ ગ્રામીણ બેન્કની સ્થાપનામાં કામને લઈને પણ યાદ કરી તેની પ્રસંસા કરી હતી.
‘ટાઈમ’ 100 માં એકપણ ભારતીય નહિં:
‘ટાઈમ’100 યાદી દુનિયાભરમાં પ્રભાવશાળી હસ્તીઓને તેમનાં પ્રભાવ અને નેતૃત્વ માટે સન્માનિત કરે છે. આ વર્ષની યાદીમાં રાજનીતિ, વિજ્ઞાન, મનોરંજન, અને વ્યાપાર જગતની અનેક વૈશ્ર્વિક હસ્તીઓને સામેલ કરવામાં આવી છે.
જેમાંથી દરેકને ગત વર્ષ દરમ્યાન તેમના મહત્વપૂર્ણ પ્રભાવ અને યોગદાનને લઈને સન્માનિત કરવામાં આવ્યા છે. જોકે આ યાદીમાં એકપણ ભારતીયનું નામ સામેલ નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy