મુકેશ અંબાણી સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લાવશે, 9,000 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરશે

India, Technology | 28 February, 2024 | 11:06 AM
સાંજ સમાચાર

ન્યુ દિલ્હી : Qualcomm એ પુષ્ટિ કરી છે કે તે ટૂંક સમયમાં ભારતમાં નવો 5G Jio ફોન લોન્ચ કરવા માટે Reliance Jio સાથે કામ કરી રહી છે. આ પહેલીવાર હશે જ્યારે Jio ફોન Qualcomm ચિપસેટ સાથે ઉપલબ્ધ થશે. અમેરિકન ચિપ મેકર આ સ્માર્ટફોનને ભારતમાં 9,000 રૂપિયા જેવી ઓછી કિંમતમાં લોન્ચ કરશે. આ એન્ટ્રી-લેવલ ફોનને આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

એક નિવેદનમાં Qualcomm ના SVP એ કહ્યું કે નવા ચિપસેટ સાથે અમે સસ્તો સ્માર્ટફોન શોધી રહેલા ગ્રાહકોને 5G સેવાઓ પ્રદાન કરવા માંગીએ છીએ. Qualcomm અધિકારીઓ ભારતમાં 2G યુઝર્સેને 5G કનેક્ટિવિટી સાથે સ્માર્ટફોન પર સ્વિચ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. તેઓએ કહ્યું કે ભારતની R&D ટીમો હાલમાં ચિપસેટ બનાવવા માટે સખત મહેનત કરી રહી છે.

ઓગસ્ટ 2022માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 45મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન મુકેશ અંબાણીએ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે 5G ઉત્પાદનો વિકસાવવા માટે રિલાયન્સ જિયો અને ક્વોલકોમ વચ્ચે ભાગીદારીની જાહેરાત કરી હતી. અગાઉ જાન્યુઆરી 2024 માં ચિપ ઉત્પાદકે કહ્યું હતું કે ચેન્નાઈમાં ડિઝાઇન સેન્ટર સ્થાપવા માટે ₹177.27 કરોડનું રોકાણ કરશે.

તમને જણાવી દઈએ કે ભારતમાં ક્વાલકોમના બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ અને નોઈડામાં ડેવલોપમેન્ટ સેન્ટર છે. Jioના આ 5G સ્માર્ટફોનની કિંમત 99 ડોલર એટલે કે લગભગ ૮ થી ૯ હજાર રૂપિયા હોઈ શકે છે. હાલનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન 9,999 રૂપિયાની કિંમતે આવે છે. Jioના 4G સ્માર્ટફોનની જેમ આ 5G સ્માર્ટફોન પણ ખાસ કરીને એવા વપરાશકર્તાઓ માટે હશે જે સ્માર્ટફોનના યુગમાં પણ બેઝિક ફીચર ફોનનો ઉપયોગ કરે છે.

Jio એ 2016 માં JioPhone 4G ફીચર ફોન લોન્ચ કર્યો હતો જેણે ટિયર-2 અને ટાયર 3 શહેરોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. Jioનો આ 5G સ્માર્ટફોન તે શહેરોમાં પણ લોકપ્રિય બની શકે છે. આ ફોન Google અને Jio દ્વારા વિકસિત PragatiOS પર કામ કરી શકે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj