સંગઠન-સરકારી યોજનાઓના સારથી બન્યા મુકેશ દોશી

Local | Rajkot | 25 May, 2024 | 03:31 PM
ભાજપની અનેક યોજના પુર્ણ કરી : લોકસભા ચૂંટણીમાં 4પ સમાજના સંમેલન યોજયા : પ્રમુખ પદે એક વર્ષ પૂર્ણ કરતા અભિનંદન વર્ષા
સાંજ સમાચાર

રાજકોટ, તા. 25
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ પ્રમુખ તરીકે 1 વર્ષ પૂર્ણ કરેલ છે. મુકેશભાઇ રાજકીય અને સામાજીક કારકીર્દી દરમ્યાન અને પોતાના સરળ અને મિલનસાર સ્વભાવથી અસંખ્ય યુવાનોના આદર્શ, માર્ગદર્શક બની તેમને ભાજપની વિચારધારા સાથે જોડાયા છે. પાર્ટીના મોટા નેતાઓથી લઇને નાનામાં નાના કાર્યકરો તેમજ વિવિધ  સમાજના આગેવાનો સાથે વિચાર વિમર્શ કરી પક્ષ સાથે જોડી પક્ષને મજબુત બનાવવામાં અગત્યનો ફાળો આપ્યો છે. 

પ્રદેશ ભાજપની યોજના અનુસાર ભાજપની સંગઠનલક્ષી પ્રક્રિયા અંતર્ગત શહેરના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ, મોરચા, સમિતિ, સેલ સહિતના સાથે સંગઠનલક્ષી કાર્યક્રમોમાં પાર્ટીને નિષ્ઠાવાન દરેક બુથમાં બુથ સમિતિની રચના કરવામાં આવી જેથી પક્ષને આવતા પાંચ વર્ષ સુધી તે માળખુ સબળ બની રહે તે માટે 4500 કાર્યકર્તાઓ સાથે મળી તેમને પાર્ટીની કાર્યપધ્ધતિ, વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે સીધો જનસંપર્ક કરવા માર્ગદર્શન પુરૂ પાડયું હતું. 

કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી પોતાનો આર્થિક વિકાસ થાય, દેશનો વિકાસ થાય અને વિશ્ર્વમાં દેશનું ગૌરવ વધે, તે માટે ગરીબ દેશવાસી તેનો લાભ લઇ શકે પોતાનો આર્થિક ઉધ્ધાર કરી  શકે તેવા હેતુથી શહેર પ્રમુખ મુકેશ દોશીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ છે. પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં વિવિધ સમાજના કારીગરો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે અથાગ મહેનત કરી અને વધુને વુધ કારીગરોને તેનો લાભ અપાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદના હસ્તે અયોધ્યા ખાતે રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજકોટ શહેરની ધાર્મિક પ્રજાને સહભાગી થવા માટે ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીના માર્ગદર્શન હેઠળ અયોધ્યાના રામમંદિરની આબેહુબ પ્રતિકૃતિનો રથ શણગારી રથમાં રામજીની પાદુકાનું રાજકોટ શહેરીજનો પૂજન અર્ચન કરી શકે તે માટે આ રથને તમામ  વોર્ડમાં ફેરવવામાં આવેલ હતો. 

રાજકીય ક્ષેત્રની સાથોસાથ સામાજીક ક્ષેત્રે પણ અગ્રેસર રહી પાર્ટીની વિચારધારા સાથે વિવિધ લોકોને જોડી પાર્ટીને  મજબુત બનાવી છે. ત્યારે તાજેતરની લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભાના ઉમેદવારની જીત પાંચ લાખથી વધુ  લીડથી ભવ્ય વિજય થાય તે માટે માઇક્રોપ્લાનીંગ સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓને બુથ, શકિત કેન્દ્ર, વોર્ડ અને મહાનગર કક્ષાએ ચૂંટણીલક્ષી જવાબદારીઓ સોંપવામાં આવેલ છે. ઉપરાંત વિવિધ 45થી વધુ સમાજના આગેવાનો  તેમજ સમાજ સાથે બેઠકો યોજી હતી. શહેર અનુસુચિત જનજાતિના મોરચાની શહેરમાં પ્રથમ વખત નિમણુંક કરવામાં તેઓ અગ્રસ્થાને રહ્યા છે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નમો એપ ડાઉનલોડ કરવાની યોજનામાં દશ હજાર નમો એપ ડાઉનલોડ કરાવી લક્ષ્યાંક પૂરો કરવામાં શહેર ભાજપ પ્રમુખ અગ્રસ્થાને અને ર00 માઇક્રો ડોનેશન ઉપલબ્ધ કરવામાં સફળ કામગીરી કરે છે. આવા વિવિધ કામો માટે તેમજ શહેરના કાર્યક્રમોને સફળ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સાથોસાથ પાર્ટીના તમામ આગેવાનો તરફથી ઠેર ઠેર અભિનંદન મળી રહ્યા છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj