મુંબઈ : ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સે લોરિટ્ઝ નુડસેન સાથે ત્રણ વર્ષની સ્પોન્સરશિપ ડીલ સાઈન કરી છે, જે હેઠળ મુકેશ અંબાણીની માલિકીની ટીમ તેમની જર્સીના આગળનાં ભાગમાં કંપનીનો લોગો લગાવશે.
લોરિટ્ઝ નુડસેન અને મુંબઈ ઈન્ડિયન્સે નાણાકીય બાબતો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, આ ડીલ વાર્ષિક 40 કરોડ અથવા ત્રણ વર્ષમાં 120 કરોડની હોવાનો અંદાજ છે, મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સૌથી મોટી જર્સી ડીલ છે. ફિનટેક કંપની સ્લાઈસ સાથે એમઆઇની અગાઉની ડીલ વાર્ષિક 30 કરોડની હતી.
લૌરિટ્ઝ નુડસેન, જે અગાઉ એલ એન્ડ ટી તરીકે ઓળખાતું હતું અને ભારતમાં સ્નેડર ઇલેક્ટ્રિક ગ્રૂપનો એક ભાગ હતો, તેનો ઉદ્દેશ્ય આઇપીએલ ટીમ સાથેનાં જોડાણ દ્વારા દેશમાં તેની બ્રાન્ડ વધારવાનો છે. નિષ્ણાતો કહે છે કે આ ડીલ, જે 2025ની સિઝન માટે અસરકારક છે આ ડીલ આઇપીએલના ઉચ્ચ મૂલ્યને દર્શાવે છે.
2023 માં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કતાર એરવેઝ સાથે 75 કરોડનો ત્રણ વર્ષની સ્પોન્સરશિપ ડીલ કરી હતી. ગયાં વર્ષે નવેમ્બરમાં, રાજસ્થાન રોયલ્સે લ્યુમિનસ પાવર ટેક્નોલોજિસ સાથે 40 કરોડથી વધુના કરારને બે વર્ષ માટે લંબાવ્યો હતો.
સ્પોટ્સ, મનોરંજન અને મીડિયા ક્ધસલ્ટન્સીના ચીફે જણાવ્યું કે "આઈપીએલમાં ફ્રન્ટ-ઓફ-જર્સી સ્પોન્સરશિપ વિશાળ પહોંચ અને સામૂહિક જાગૃતિ પ્રદાન કરે છે. બહુ-વર્ષીય ડીલથી ફ્રેન્ચાઈઝીના ફેનબેઝમાં બ્રાન્ડ ઊંડાણપૂર્વક જોડાઈ જાય છે. આઈપીએલમાં ફ્રન્ટ-જર્સી સ્પોન્સરશિપનું યોગદાન 500 કરોડથી વધુનું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy