IPL 2025 માં પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સે શાનદાર કમબેક કર્યું છે. સીઝનની પહેલી પાંચ મેચમાં મુંબઈને માત્ર મેચમાં હતી, જ્યારે છેલ્લી પાંચેય મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાની આ ટીમે સળંગ જીત મેળવી છે. 10 મેચમાંથી જીત મેળવી મુંબઈએ 12 પોઇન્ટ સાથે ટોપ-ફોરમાં સ્થાન જાળવી રાખ્યું છે.
મુંબઈએ લાગલગાટ મેચો જીતવાને લઈને કેટલાક રસપ્રદ આંકડા સામે આવ્યા છે. મુંબઈ 2025 પહેલાં 2008, 2010, 2013, 2015, 2017 અને 2020માં સળંગ પાંચ પ્લસ મેચ જીત્યું છે.
આ દરમ્યાન છમાંથી પાંચ વાર મુંબઈ ફાઇનલમાં પહોંચ્યું છે. એમાં પણ છેલ્લી ચારેય ઘટનામાં મુંબઈ ચેમ્પિયન બન્યું છે. 2008માં જ્યારે મુંબઈ છ મેચ જીત્યું ત્યારે માત્ર ફાઇનલમાં એન્ટ્રી કરતા ચૂકી ગયું હતું. મુંબઈ પોતાનો આ અનોખો રેકોર્ડ આ સીઝનમાં પણ જાળવી રાખશે એવી આશા ક્રિકેટ-ફેન્સ રાખી રહ્યા છે.
IPL સીઝનમ સળંગ મેચો જીત્યા બાદ મુંબઈની સ્થિતિ
► 2008માં સળંગ છ જીત
પાંચમા ક્રમે
► 2010માં સળંગ પાંચ જીત
રનર-અપ
► 2013માં સળંગ પાંચ જીત
ચેમ્પિયન્સ
► 2015માં સળંગ પાંચ જીત
ચેમ્પિયન્સ
► 2017માં સળંગ છ જીત
ચેમ્પિયન્સ
► 2020માં સળંગ પાંચ જીત
ચેમ્પિયન્સ
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy