હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં મુંબઈની સતત ત્રીજી હાર : રાજસ્થાને હોમ ગ્રાઉન્ડ પર 6 વિકેટે હરાવ્યું

India, Sports | 02 April, 2024 | 12:10 PM
આઇપીએલમાં 250મી મેચ રમતી એમ. આઈ ટીમને મળ્યો કારમો પરાજય : બોલ્ટ-ચહલને 3-3 વિકેટ મળી, પરાગની વધુ એક ફિફ્ટી : રોહિત શર્મા 17મી વખત 0 પર આઉટ થયો - કાર્તિકની કરી બરાબરી
સાંજ સમાચાર

મુંબઈ,તા.2
5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ખરાબ શરૂઆતનો સામનો કરવો પડે છે જેમાં આ ટીમને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં સતત ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. 17મી સિઝનમાં ટીમને રાજસ્થાન રોયલ્સે તેના જ હોમ ગ્રાઉન્ડ - વાનખેડે સ્ટેડિયમ પર 6 વિકેટે પરાજય આપ્યો હતો. આ સિઝનમાં રાજસ્થાનની સતત ત્રીજી જીત હતી.

સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ પ્રથમ બેટિંગ કરી હતી. ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 125 રન બનાવ્યા હતા. આર.આર તરફથી ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ લીધી હતી. મુંબઈ તરફથી તિલક વર્માએ 32 અને હાર્દિક પંડ્યાએ 34 રન બનાવ્યા હતા.

રાજસ્થાને 126 રનનો ટાર્ગેટ 15.3 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. ટીમ તરફથી રિયાન પરાગે ફિફ્ટી ફટકારી હતી, તે 54 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. મુંબઈ તરફથી આકાશ મધવાલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. 

પરાગે 16મી ઓવરમાં ચોગ્ગો ફટકારીને મેચ પૂરી કરી : 
રાજસ્થાન તરફથી રિયાન પરાગે ફિફ્ટી ફટકારી હતી. તે 39 બોલમાં 54 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. 16મી ઓવરમાં પરાગે ગેરાલ્ડ કોત્ઝી સામે 2 સિક્સ અને એક ફોર ફટકારીને મેચ પૂરી કરી હતી.

મુંબઈએ અત્યારસુધીમાં સિઝનનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો : 
મુંબઈ ઈન્ડિયન્સ પોતાના હોમ ગ્રાઉન્ડ પર માત્ર 125 રન બનાવી શકી હતી. ટીમનો કોઈ બેટર ફિફ્ટી ફટકારી શક્યો નહોતો. હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 34 રન બનાવ્યા હતા. IPLની 17મી સિઝનમાં આ સૌથી ઓછો સ્કોર હતો. આ પહેલા ગુજરાત ટાઇટન્સ ટીમે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 143 રન બનાવ્યા હતા.

 

મુંબઈ સૌથી વધુ 250મી IPL મેચ રમ્યું
મુંબઈ ઈન્ડિયન્સ તેની IPL કારકિર્દીની 250મી મેચ રમી હતી. ટીમે ટુર્નામેન્ટમાં ચેન્નઈની બરાબરી કરતા સૌથી વધુ 5 ટાઈટલ જીત્યા છે. મુંબઈ 17મી સિઝનમાં પ્રથમ વખત પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમી રહ્યું હતું. આ પહેલા ટીમે સામેની ટીમના હોમ ગ્રાઉન્ડ પર બંને મેચ રમી હતી અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

 

રોહિત શર્મા 17મી વખત ઝીરો રન પર આઉટ થયો
આઈપીએલ ના ઇતિહાસમાં સૌથી વધુ વખત ઝીરો રન પર આઉટ થવાનો રેકોર્ડમાં હવે રોહિત શર્માનું નામ આવ્યું છે. તે 17 વખત આઉટ થયો છે. તે હવે દિનેશ કાર્તિક સાથે જોઇન્ટ રેકોર્ડ હોલ્ડર છે. મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં રોહિત બોલ્ટની બોલિંગમાં ઝીરો પર આઉટ થયો હતો. 

 

હોમ ગ્રાઉન્ડ પર ચાહકોએ ટોસ વખતે હાર્દિકનો હુરિયો બોલાવ્યો, માંજરેકરએ કહ્યું ‘ધ્યાન રાખો’ 
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સિઝનનો પ્રથમ મેચ શરૂ થાય તે પૂર્વે ટોસ માટે મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પીચ પર આવ્યો અને પ્રેઝેટર સંજય માંજરેકરએ તેનું નામ લીધું તો તમામ લોકોએ તેનો હુરિયો બોલાવ્યો. ત્યારે માંજરેકરએ ક્રાઉડ પર શાબ્દિક ઈશારો કરતા કહ્યું "ધ્યાન રાખો".

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj