પોરબંદર-છાયા અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજજો

Gujarat, Saurashtra | Porbandar | 28 February, 2024 | 02:39 PM
વિધાનસભામાં જાહેરાત: રાજ્યમાં હવે 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં
સાંજ સમાચાર

રાજકોટ, તા.28
ગુજરાતમાં રાજ્ય સરકારે વધુ બે મહાનગરપાલિકાઓની રચનાની જાહેરાત કરી છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર-છાયાને હવે નગરપાલિકાના બદલે મહાનગર પાલિકાનો દરજજો મળશે. આ જ રીતે નડીયાદ નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજજો અપાયો છે.

રાજ્યમાં હાલમાં  8 મહાનગરપાલિકા છે અને બજેટમાં વધુ 7 મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તથા સુરેન્દ્રનગર-વઢવાણનો સમાવેશ થાય છે.

આમ વધુ બે મહાનગરપાલિકા જાહેર થતાં રાજ્યમાં હવે મહાનગરપાલિકાની સંખ્યા વધીને 17ની થઇ છે અને તે મુજબનું સેટઅપ ગોઠવાશે અને સરકારે 3 લાખથી વધુ વસ્તી ધરાવતા તમામ નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની નીતિ અપનાવી છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj