મર્ડર ઇન માહિમ : રોચક સસ્પેન્સ થ્રીલર સીરિઝ

India, Entertainment | 18 May, 2024 | 11:28 AM
સાંજ સમાચાર

જાણીતા ભારતીય લેખક જેરી પિન્ટોની નવલકથા ‘મર્ડર ઇન માહિમ’ પરથી એક જબરદસ્ત વેબસીરિઝ બનાવવામાં આવી છે. હાલ ‘મર્ડર ઇન માહિમ’ સીરિઝ જીઓ સિનેમા પર સ્ટ્રીમ થઈ રહી છે.

આ એક એવી સીરિઝ છે કે જે છેલ્લા એપિસોડ સુધી દર્શકોને પોતાની સાથે જકડી રાખે છે. આ સિરીઝમાં એક જબરદસ્ત સસ્પેન્સ થ્રિલરમાં હોય તેવા તમામ ઘટકો છે. સસ્પેન્સફુલ સ્ક્રિપ્ટ ઉપરાંત, ‘મર્ડર ઇન માહિમ’ સીરિઝ LGBTQ સમુદાય દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે પણ વાત કરે છે.

મર્ડર ઇન માહિમ’ LGBTQ કૌટુંબિક સંબંધોની જટિલતાઓને પણ સંબોધિત કરે છે. તેમાં પણ ખાસ કરીને પિતા અને પુત્ર વચ્ચેના સંબંધો પર કે જ્યાં એક નિવૃત્ત પત્રકાર તેના પુત્રની જાતિયતા પર શંકા કરે છે. સિરીઝના મોટાભાગના એપિસોડ લગભગ 40 મિનિટના છે અને સારી વાત એ છે કે વાર્તાની ગતિ ક્યાંય પણ ધીમી પડતી નથી. સીરિઝમાં એવી ઘણી ક્ષણો છે કે જ્યારે દર્શકો રોમાંચનો એક અલગ જ અનુભવ કરે છે.

સીરિઝની મૂળ વાર્તા એક મર્ડર મિસ્ટ્રી છે અને એક પછી એક અનેક રહસ્યો બહાર આવે છે. એક મધ્યમ વર્ગીય પરિવારના પિતા-પુત્રના સંબંધોને વિજય રાજ અને શિવાજી સાટમના પાત્રોના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. બંનેએ તેમાં પ્રાણ ફૂંક્યા છે. આશુતોષ રાણાનું પાત્ર પણ પિતા-પુત્રના સંબંધોને નવો આયામ આપે છે. આ ચારેય પાત્રો એવી રીતે બનાવવામાં આવ્યા છે કે આપણે તેને આપણા જેવા જ અનુભવીએ.

‘મર્ડર ઇન માહિમ’ની અસલી તાકાત તેના કલાકારો છે. દરેક વ્યક્તિએ પોતપોતાની ભૂમિકાઓ ખૂબ પ્રામાણિકતાથી ભજવી છે. વિજય રાઝ અને આશુતોષ રાણા પોતાની ભૂમિકામાં એક અલાયદી છાપ છોડી છે. શિવાની રઘુવંશી ફિરદૌસ રબ્બાની તરીકે યોગ્ય છે. આ સિવાય રાજેશ ખટ્ટરે લેસ્લી સિક્વેરાના પાત્રમાં અસાધારણ કામ કર્યું છે.

આ સીરિઝ આપણને જણાવે છે કે ભલે કલમ 377 કાગળ પર રદ્દ કરવામાં આવી હોય. પરંતુ આપણે અને આપણો સમાજ LGBTQ સમુદાય વિશે હજુ પણ કમ્ફર્ટેબલી વાતચીત કે ચર્ચાઓ નથી કરી શકતા કે તેમણે અપનાવી નથી શકતા.
[email protected]

કેમ જોવી?: સસ્પેન્સ થ્રીલર ફિલ્મોના શોખીન હોવ તો!
કેમ ન જોવી?:  મર્ડર મિસ્ટ્રી અને મારકાપ વાળી ફિલ્મો જોવી પસંદ ન હોય તો!

THIS WEEK ON OT
1)    નેટફ્લિક્સ : મેડમ વેબ
2)    એમેઝોન પ્રાઇમ વિડીયો : આઉટર રેન્જ - સિઝન 2
3)    જીઓ સિનેમા : જરા હટકે જરા બચકે
4)    ડિઝની +હોટસ્ટાર : બાહુબલી - ક્રાઉન ઓફ બ્લડ

સાંજ  સ્ટાર 
4 ચોકલેટ

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj