ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં પિતા-પુત્રો પર છરી-પાઈપથી ખૂની હુમલો

Crime | Rajkot | 23 February, 2024 | 04:52 PM
રૈયાધાર ઇન્દીરાનગર શેરીનો બનાવ: દિલીપ અને તેના પુત્રો સહિત છ શખ્સોએ મગનભાઇ અને તેના બે પુત્રો પર હુમલો કરી આંતરડા કાઢી નાંખ્યા: યુનિવર્સિટી પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ.તા.23
 

રૈયાધાર ઇન્દીરાનગર શેરીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં પિતા-પુત્રો પર છ શખ્સોએ છરી-પાઈપથી ખૂની હુમલો કરી પથ્થરમારો કરતાં ઘવાયેલા પિતા-પુત્રોને સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે રૈયાધાર ઇન્દીરાનગર શેરી નં.27 માં રહેતાં રોનકભાઈ મગનભાઈ સરવૈયા (ઉ.વ.19) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દિલીપ, ચંદ્રેશ ઉર્ફે લાલો, શક્તિ રાઠોડ અને હાંડોનું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે આરોપી વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે ટી.એન.રાવ કોલેજમાં બી.સી.એ.ના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. તેના પિતા મગનભાઈ કડિયાકામ કરે છે. ગઈ તા. 21/02/2024 ના રાત્રિના અગિયારેક વાગ્યે તે તેના માતાપિતા સહિત પરીવાર સાથે ઘરે હાજર હતા ત્યારે શેરીમાં રાડા-રાડીનો અવાજ આવતા તે અને તેના પિતા-ભાઈ દોડીને શેરીની બહાર ગયેલ  તો ઘરની નજીકમાં રહેતા જનકભાઈ જે ચંદ્રેશ ઉર્ફે લાલોના પિતા દિલીપભાઈ સાથે ઝઘડો કરી ગાળા ગાળી કરતા હતા.

જેથી તેમના પિતાએ ચંદ્રેશ ઉર્ફે લાલાના પિતા દિલીપને કહેલ કે, અહીં ઘર પાસે ગાળો ના બોલો, તમે તમારા ઘરે ચાલ્યા જાઓ કહેતાં દિલીપ મારા  ઝઘડો કરવા લાગેલ અને ફરિયાદીના પિતાને ફડાકો ઝીંકી દીધેલ જેથી આરોપી દિલીપને સમજાવતા હતા કે, આમ મારા પિતાને ના મારો તેમ કહેતા આરોપી ઝપાઝપી ઝપાઝપી કરવા લાગેલ અને  ઝપાઝપીમાં દિલીપ નીચે પડી ગયેલ અને  રાડો પાડવા લાગતાં તેનો પુત્ર ચંદ્રેશ ઉર્ફે લાલો તથા તેની સાથે શક્તિ રાઠોડ અને હાંડો તેમજ બે અજાણ્યાં શખ્સો ઘસી આવેલ અને ગાળો આપી છુટા પથ્થરોના ઘા કરવા લાગેલ હતાં.

હુમલામાં યુવકને કપાળના ભાગે પથ્થર લાગતા નીચે પડી ગયેલ અને શક્તિ રાઠોડ આવી પીઠના ભાગે છરી મારતા ઈજા થયેલ હતી. તેમજ હાંડાએ પણ છરી વડે યુવાનના પિતાને લોહીલુહાણ થઈ ગયાં હતાં. તેમજ ચંન્દ્રેશ ઉર્ફે લાલોએ તેનીપાસે લોખંડનો પાઇપથી હુમલો કરતાં હાથમાં ઇજા પહોંચી હતી. તેમજ ફરિયાદીના ભાઈને  ચંન્દ્રેશ ઉર્ફે લાલાએ તને મારી નાખવો છે એમ કહી દિવ્યેશને જમણી સાઈડ માં પડખાના ભાગે છરી મારતા તેને આંતરડા બહાર આવી ગયાં હતાં અને બીજો ઘા હાથના બાવળામાં મારેલ હતો.

દરમિયાન પાડોશીઓ આવી જતા આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતાં. તેમજ ચંન્દ્રેશ, હાંડો, શક્તિ તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સો જતાં જતાં પથ્થરનો ઘા કરતા ગયેલ જેમાં ફરિયાદીની બહેનને પથ્થરો વાગતાં પગમાં ઇજા થયેલ હતી. બાદમાં 108 મારફતે ઇજાગ્રસ્ત પિતા-પુત્રોને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી પીઆઈ એન.આઈ.રાઠોડની રાહબરીમાં ટીમે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj