ઉતરાખંડ તથા ભાજપ શાસનના વધુ એક રાજયમાં સમાન નાગરિક ધારો લાગુ કરવા તૈયારી

U.C.C. ભણી એક કદમ: આસામમાં મુસ્લીમ વિવાહ-તલાક કાનૂન ખત્મ

India, World | 24 February, 2024 | 11:46 AM
◙ ગઈકાલે રાત્રીના યોજાયેલી રાજય કેબીનેટ બેઠકમાં 1975ના કાનૂનને રદ કરાયો: હવે આ સમુદાય લગ્ન માટે હિન્દુ જેવી જ ઉમર સહિતની જોગવાઈ: બાળ વિવાહ હવે રોકી શકાશે: મુખ્યમંત્રી
સાંજ સમાચાર

◙ મુસ્લીમ લગ્ન રજીસ્ટરને દુર કરાશે: હેમંત બિસ્વા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: જો કે લઘુમતી અગ્રણીઓ દ્વારા વિરોધ

ગુવાહાટી: દેશમાં કોમન સિવિલ કાંડ સમાન નાગરિક ધારો લાગુ કરવા માટે ભાજપ શાસનના રાજયોમાં શરૂ કરાયેલી કવાયતમાં ઉતરાખંડ બાદ હવે સંવેદનશીલ ગણાતા આસામમાં પણ રાજય સરકારે બાળ વિવાહ પર પ્રતિબંધ તથા મુસ્લીમ વિવાહ અને તલાક કાનૂનને પણ રદ કર્યા છે. રાજયના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાના અધ્યક્ષપદ હેઠળ ગઈકાલે રાત્રીના મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાતા હવે કોમન સિવિલ કોડ માટે માર્ગ થઈ ગયો છે.
રાજય સરકારે બાળ લગ્ન પર પ્રતિબંધ ઉપરાંત મહત્વપૂર્ણ રીતે મુસ્લીમ વિવાહ તથા તલાક નોંધણી એકટ 1935ને ખત્મ કર્યા છે.

જેની જોગવાઈ મુજબ જો મુસ્લીમ સમુદાયમાં દુલ્હા-દુલ્હન લગ્નની સતાવાર ઉપરથી ઓછી વય એટલે કે દુલ્હા 21 વર્ષથી ઓછી અને દુલ્હન 18 વર્ષથી ઓછી ઉમરના હોય તો પણ તે લગ્ન નોંધણી થઈ શકતી હતી. હવે રાજય સરકારે બાલ-વિવાહ તરીકે આ પ્રકારના ઓછી ઉંમરે થતા લગ્નને પ્રતિબંધીત કરવા આ કાનૂનને રદ કર્યા છે અને હવે મુસ્લીમ લગ્નની નોંધણી સ્પેશ્યલ મેરેજ એકટ હેઠળ થશે.

જેમાં ઉમર મર્યાદા નિશ્ર્ચિત છે અને રાજયમાં મુસ્લીમ લગ્ન નોંધણી માટે જે 94 રજીસ્ટર નિયુક્ત થયા છે તેને પણ હવે દુર કરાશે. તેઓને વળતર તરીકે એક વખત રૂા.2-2 લાખ આપીને છુટા કરવામાં આવશે. મુખ્યમંત્રી એ જણાવ્યું કે અંગ્રેજ સમયનો આ કાનૂન હતો જે હાલની વ્યવસ્થાને સાનુકુળ નથી. રાજય સરકારે દાવો કર્યો કે આ કાનૂનની મોજૂદગી છતા મુસ્લીમ લગ્ન- છુટાછેડા નોંધણી ફરજીયાત ન હતી અને તેમાં નોંધણીની વ્યવસ્થા એક સામાન્ય કાર્યવાહી જેવી જ હતી જેના કારણે બાળવિવાહ પણ થતા હતા અને તેને રોકવાનો કોઈ વિકલ્પ જ ન હતો.

હવે સમાન નાગરિક ધારો જેમાં લગ્ન, છુટાછેડા, વારસા વિ. માટે તમામ સમુદાય માટે એક જ સરખા કાનૂન છે તે માટે સરકાર આગળ વધશે. જો કે ઓલ ઈન્ડીયા યુનાઈટેડ ડેમોક્રેટીક ફ્રંટના નેતા મૌલાના બદરૂદીન અજમલે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કહ્યું કે બાળલગ્ન બહુપત્ની પ્રથા ફકત મુસ્લીમ નહી અન્ય સમુદાયમાં પણ છે.

સરકારે તેને અટકાવવા બાળલગ્ન પ્રતિબંધીત કાનૂન લાદવા જોઈએ પણ મુખ્યમંત્રી હેમંત બિશ્વા સરમાએ કહ્યું કે, 2016થી જ અમોએ આ કાનૂન રદ કરવાની જાહેરાત કરી હતી અને હવે તેમાં ઉલ્લંઘનમાં નવા કાનૂનમાં 2 વર્ષની સજા વધારી 10 વર્ષ કરવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj