મેડીકલ પ્રવેશ માટે તા.5 મે ના લેવાશે NEET : તા.9 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન

Gujarat | Ahmedabad | 12 February, 2024 | 09:31 AM
તા.14 જૂને પરિણામ જાહેર થયા બાદ સ્ટેટ કવોટામાં પ્રવેશની થશે કાર્યવાહી
સાંજ સમાચાર

અમદાવાદ,તા.12

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા મેડીકલમાં પ્રવેશ માટે અંડર ગ્રેજયુએશન નીટ લેવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 9મી માર્ચ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
જેના આધારે આગામી 5 મી મે ના રોજ નીટ લેવામાં આવશે. આ પરીક્ષાનું પરિણામ 14મી જૂને જાહેર કર્યા બાદ મેરિટના આધારે સ્ટેટ કવોટામાં પ્રવેશની કાર્યવાહી જે તે રાજયની મેડીકલ પ્રવેશ સમીતી દ્વારા કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે.

ધો.12 પછી મેડીકલમાં પ્રવેશ માટે નીટ એટલે કે નેશનલ એલિજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ 24 માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. 9મી ફેબ્રુઆરીથી લઈને 9મી માર્ચ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકશે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ રૂા.1700 અને અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને રૂા.1000 ફી ભરવાની રહેશે.

રજીસ્ટ્રેશનના આધારે 5મી મે ને રવિવારે નીટ લેવામાં આવશે. 200 મીનીટ એટલે કે 4 કલાક અને 20 મીનીટની પરીક્ષા લેવામાં આવશે. બપોરે 2થી5-20 દરમિયાન આ પરીક્ષા યોજાશે. પરિક્ષાનું પરિણામ 14મી જૂને જાહેર કરવામાં આવશે.

મેડીકલની સાથે સાથે આયુર્વેદ, ડેન્ટલ, હોમિયોપેથી માટે પણ આ પરીક્ષા માન્ય ગણવામાં આવશે. જો કે, છેલ્લા કેટલાય સમયથી મેડીકલમાં પ્રવેશ માટે પર્સન્ટેજ કે પર્સન્ટાઈલ ગણાશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હાલમાં પર્સન્ટાઈલના આધારે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવે છે. હાલ તો જૂની પદ્ધતિ પ્રમાણે પર્સન્ટાઈલના આધારે જ કાર્યવાહી કરવામાં આવશે.

પરીક્ષાના નિયમો જાહેર કરવામાં આવ્યા તેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, બીએએમએસ, બીએસએમએસ, બીએચએમએસ માટે અલગથી આયુષ મંત્રાલય દ્વારા પ્રવેશના નિયમો સહિતની જાહેરાત કરવામાં આવશે.

દેશના 554 કેન્દ્રો પરથી નીટ લેવામાં આવશે. ગુજરાતના 31 કેન્દ્રો પરથી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. પ્રવેશના નિયમો મોટાભાગે ગત વર્ષની જેમ જ રાખવામાં આવશે.
 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj