રાજકોટમાં 4 કેન્દ્રો પર આવતીકાલે નેશનલ ડિકેન્સ એકેડમી અને નેવેલ એકેડમીની પરીક્ષા

Local | Rajkot | 20 April, 2024 | 04:46 PM
પરીક્ષા કેન્દ્ર આસપાસ ચારથી વધુ માણસો ભેગા થઈ શકશે નહીં, વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન લઇ જઈ શકે નહી : પોલીસ કમિશ્નરનું જાહેરનામું
સાંજ સમાચાર

રાજકોટ, તા.20

યુ.પી.એસ.સી. દ્વારા નેશનલ ડિકેન્સ એકેડમી અને નેવેલ એકેડમી પરીક્ષા-2024 અને કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા આવતીકાલે રાજકોટ શહેરમાં અલગ-અલગ શાળા-કોલેજોમાં 4 કેન્દ્રોમાં લેવાનાર છે. જેના અનુસંધાને પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ પરીક્ષામાં પરીક્ષાર્થીઓને કોઈપણ જાતની ખલેલ વિના પરીક્ષા મુકત અને શાંત વાતાવરણમાં આપી શકે તેમજ બહારના કોઈ તોફાની તત્વો આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ખલેલ પહોંચાડે નહી. તથા પરીક્ષા દરમ્યાન કોઇ ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહી તે માટે આવતીકાલે રવિવારે તા.21/4ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી શહેરના જે જે પરીક્ષા કેન્દ્રો (શાળાઓ, કોલેજો)માં પરીક્ષા લેવાનાર છે.

તે કેન્દ્રોના કંપાઉન્ડમાં તેમજ તેની ચારેય બાજુની 100 મીટરની ત્રિજ્યા વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પડે તે માટે કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓ એકત્રિત થશે નહી કે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરશે નહી. વાહન લઈ જઈ શકશે નહીં. ચારથી વધુ માણસો ભેગા થશે નહી કે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન લઇ જઈ શકે નહી તેમજ ઝેરોક્ષ મશીનો બંધ રાખવા વિગેરે બાબતોને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj