રાજકોટ,તા.24
25 જાન્યુઆરી એટલે કે ’રાષ્ટ્રીય મતદાતા દિવસ’.... મતદારોની શક્તિને અનેરી ઓળખ આપતા આ દિવસે રાજકોટ ખાતે યોજાનારા કાર્યક્રમ દ્વારા વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે. જેમાં નવા મતદાતા, ગત ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર બી.એલ.ઓ, કેમ્પસ એમ્બેસેડર અને યુવા મતદાર મહોત્સવ 2024 સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવેલ શ્રેષ્ઠ કૃતિઓને સન્માનિત અને પુરસ્કૃત કરવામાં આવશે.
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત રાજકોટ જિલ્લાના ત્રિનય પરાગભાઈ વોરા, ઋતુરાજ દેવરાજભાઈ નાંગલ, કોમલ જગદીશભાઈ જાદવ, વિરલભાઈ ડી.શીંગાડીયા, ગોપાલ હરેશભાઈ રોજાસરા અને ફોરમ કેતનભાઇ રામોલિયાને શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર તરીકે સન્માનિત કરાશે.
આ સાથે જ લોકસભા 2024 દરમિયાનમાં વિધાનસભા 68 થી લઈ વિધાનસભા 75 માં બુથ કક્ષાએ મતદારોની ઓળખ અને જરૂરી ફોર્મના વિતરણ તેમજ તે અંતર્ગત કરેલી શ્રેષ્ઠ કામગીરી અન્વયે 24 બી.એલ.ઓને પણ સન્માનિત કરવામાં આવશે.
કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ યુવા મતદાર મહોત્સવ 2024 સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ 14 સ્પર્ધકોને પોસ્ટર ડિઝાઇન, ઈ-પોસ્ટર, વિડીયો સંદેશ જેવી કૃતિઓ માટે રોકડ પુરસ્કારથી નવાજવામાં આવશે. જેમાં સ્પર્ધકોને 500 થી 2500 સુધીના પુરસ્કારો કેટેગરી વાઈઝ એનાયત કરવામાં આવશે.
સાથે જ નવા મતદારો તરીકે જોડાયેલા વિવેક સોઢીયા, હરેશભાઈ ડાભી, મેહુલ ગોંઢા, દિશાબેન લોટીયા, તુષાર ગોંડલીયા, ધ્રુમિલ વાજા, હર્ષ મોલીયા, અરમાન કંડીયા અને ક્રિશ સગપરિયાને પણ જાગૃત અને યુવા મતદાતા તરીકે સન્માનિત કરી નવાજવામાં આવશે. જિલ્લા કલેકટર કચેરી ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે.
રાજકોટ જિલ્લામાં મતદાતાઓની સંખ્યા હાલ કુલ 23 લાખ 74 હજાર 604 છે.જેમાં 12,28,250 પુરુષો તેમજ 11,46, 309 મહિલા મતદારો, 45 ટ્રાન્સજેન્ડર મતદારો અને 2256 દિવ્યાંગ મતદારો સમાવિષ્ટ છે.
વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે જોઈએ તો વિધાનસભા વિસ્તાર 68 રાજકોટ પૂર્વમાં 1,60,754 પુરુષો 1,45,728 મહિલાઓ અને 9 ટ્રાન્સજન્ડર સાથે કુલ 3,06,491 મતદારો, વિધાનસભા વિસ્તાર 69 રાજકોટ પશ્ચિમમાં 1,84,224 પુરુષો 1,79,455 મહિલાઓ અને 4 ટ્રાન્સજેન્ડર સાથે કુલ 3,63,683 મતદારો, વિધાનસભા વિસ્તાર 70 રાજકોટ દક્ષિણમા 1,33,131 પુરુષો 1,25,995 મહિલાઓ અને 13 ટ્રાન્સજેન્ડર સાથે કુલ 2,59,139 મતદારો, વિધાનસભા વિસ્તાર 71 રાજકોટ ગ્રામ્યમાં 2,07,307 પુરુષો 1,87,850 મહિલાઓ અને 6 ટ્રાન્સજેન્ડર સાથે કુલ 3,95,163 મતદારો, વિધાનસભા વિસ્તાર 72 જસદણમાં 1,38,387 પુરુષો 1,28,476 મહિલાઓ સાથે કુલ 2,66,863 મતદારો, વિધાનસભા વિસ્તાર 73 ગોંડલમાં 1,20,349 પુરુષો 1,12,907 મહિલાઓ અને 7 ટ્રાન્સજેન્ડર સાથે કુલ 2,33,263 મતદારો, વિધાનસભા વિસ્તાર 74 જેતપુરમા 1,45,059 પુરુષો 1,34, 845 મહિલાઓ અને 4 ટ્રાન્સજન્ડર સાથે કુલ 2,79,908 મતદારો, વિધાનસભા વિસ્તાર 75 ધોરાજીમાં 1,39,039 પુરુષો 1,31,053 મહિલાઓ અને 2 ટ્રાન્સજેન્ડર સાથે કુલ 2,70,094 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy