ટોરેન્ટો (કેનેડા), તા.15
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ હાલમાં જ પોતાના 28 સભ્યોની નવી કેબિનેટની જાહેરાત કરી છે, જેમાં ચાર ભારતીય મૂળના સાંસદ પણ સામેલ છે. તેમાં સૌથી પ્રમુખ નામ અનીતા આનંદનું છે, જેને કેનેડાના નવા વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલાં માર્ચમાં કાર્નીએ 24 સભ્યોની કેબિનેટ બનાવી હતી, જેમાં બે ભારતીય મૂળના મંત્રી હતા.
28 એપ્રિલે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટીની જીત બાદ કાર્નીએ આ કેબિનેટની રચના કરી છે. તેમણે કહ્યું કે, આ ટીમ અમેરિકા સાથે સુરક્ષા અને આર્થિક સંબંધોને મજબૂત કરવા, જીવનનિર્વાહનો ખર્ચ ઘટાડવા અને લોકોને સુરક્ષા નિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે.
57 વર્ષીય અનીતા આનંદે ભગવદ ગીતા પર હાથ મૂકીને વિદેશ મંત્રી પદના શપથ લીધા હતાં. આ પહેલાં તેઓ સંરક્ષણ મંત્રીની જવાબદારી નિભાવી ચૂક્યા છે. અનીતા આનંદનો જન્મ નોવા સ્ફોટિયાના કેંટવિલમાં થયો હતો. તેમના પિતા મૂળ તમિલનાડુ અ માતા પંજાબના હતાં.
બ્રૈમ્પટન ઈસ્ટના સાંસદ મનિંદર સિદ્ધુને આંતરરાષ્ટ્રીય વ્યાપાર મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. તેમનો કાર્યકાળ અમેરિકાના વ્યાપારિક વિવાદો વચ્ચે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સિદ્ધુ પંજાબથી અને નાનપણમાં કેનેડા આવી ગયા હતાં. તે પહેલાં અનેક મંત્રીઓના સંસદીય સચિવ રહી ચુક્યા છે.
રૂબી સહોતાને અપરાધ નિયંત્રણ મામલાના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. તે 2015થી બ્રૈમ્પટન નોર્થના સાંસદ છે. પહેલાં તેઓ વકીલ હતા અને યુવાઓ સાથે જોડાયેલા મુદ્દા પર કામ કરતા હતાં.
સરે સેન્ટરના સાંસદ રણદીપ સરાયને આંતરરાષ્ટ્રીય વિકાસ મામલાના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. તે વિદેશમાં કેનેડાની મદદ અને સહયોગ યોજનાઓને જોશે. આ સંસદ સભ્યના રૂપે સરાયનો ચોથો કાર્યકાળ છે. તેમણે પહેલીવાર 2015માં ચૂંટાયા હતા, બાદમાં 2019 અને 2021માં ફરી ચૂંટાયા.
આ ચૂંટણીમાં ભારતીય મૂળના કુલ 22 ઉમેદવારો સંસદમાં પહોંચ્યા છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે, ગત સંસદમાં આ સંખ્યા 17 હતી. આ દર્શાવે છે કે કેનેડાના રાજકારણમાં ભારતીય મૂળના નેતાઓનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે ગઉઙ નેતા જગમીત સિંહ પોતાની બેઠક હારી ગયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy