નવી ભારતીય ન્યાય સંહીતાનો 1 જુલાઈથી અમલ: હિટ એન્ડ રનની જોગવાઈ હાલ નહીં લાગુ પડે

India | 26 February, 2024 | 11:32 AM
દેશભરની કોર્ટોમાં હાલ પાંચ કરોડ કેસ પેન્ડીંગ છે, ત્યારે ન્યુ ક્રિમીનલ જસ્ટીસ લોમાં મોટા ફેરફાર કરાયા છે, અને કોર્ટે નિર્ણય અધિકતમ 3 વર્ષમાં આપવા પડશે.
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.26
દેશભરની કોર્ટોમાં લગભગ પાંચ કરોડ કેસો પેન્ડીંગ છે. તેમાંથી 4.44 કરોડ કેસ ટ્રાયલ કોર્ટમાં છે. જેને જોતાં ભારતીય ન્યાય સંહિતામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ટ્રાયલ કોર્ટે દરેક નિર્ણય વધુમાં વધુ ત્રણ વર્ષમાં આપવો પડશે.

આઈપીએસીમાં હવે 356 ધારાઓ:
આઈપીસીમાં 511 યાત્રાઓ હતી,હતી હવે 356 બચી છે. જયારે 175 ધારાઓ બદલી ગઈ છે. આ સિવાય આઠ નવી ધારાઓ જોડવામાં આવી. 22 ધારાઓ ખતમ થઈ ગઈ છે.  આ રીતે સીઆરપીસીમાં 533 ધારાઓ બચી છે.

સગીર પર દુષ્કર્મનાં કેસમાં ફાંસીની સજા:
અગાઉ દુષ્કર્મનાં કેસમાં ધારા 375 અને 376 હતી હવે ધારા 63 અને 69 હશે 18 વર્ષથી ઓછી વયની બાળકી સાથે દુષ્કર્મનાં કેસમાં આજીવન કારાવાસ અને મોતની સજાની જોગવાઈ છે.

આ મહત્વના ફેરફારો:
ભારતીય ન્યાય સંહિતામાં 20 નવા અપરાધ જોડવામાં આવ્યા છે. દસ્તાવેજોમાં ઈલેકટ્રોનિક અને ડીઝીટલ રેકોર્ડ સામેલ છે. 33 અપરાધોમાં કારાવાસની સજા વધારવામાં આવી. 83 અપરાધોમાં દંડની સજા વધારાઈ 6 અપરાધોમાં સામુદાયીક સેવાની સજાની જોગવાઈ કરાઈ.અપરાધના કેસમાં માનસીક બિમારની જગ્યાએ વિક્ષિપ્ત મગજ શબ્દનો ઉપયોગ કરાયો.

આતંકવાદી ગતિવિધીની વ્યાખ્યા:
આર્થિક સુરક્ષાનાં ખતરાને પણ આતંકવાદી ગતિવિધી અંતર્ગત લવાશે. આ ઉપરાંત નકલી નોટોનું ઉત્પાદન કરીને નાણાકીય સ્થિરતાને નુકશાન કરવુ, વિદેશમાં સંપતિ નષ્ટ કરવી જે ભારતમાં રક્ષા કે કોઈ સરકારી ઉદેશ માટે હતી. તો આ પણ આતંકવાદી ગતિવિધી તરીકે ઓળખાશે.

હિટ એન્ડ રનની જોગવાઈ હાલ લાગુ નહિં થાય:
હિટ એન્ડ રન મામલે સંબંધીત જોગવાઈ હવે લાગુ નહિં થાય. કેન્દ્રીય ગૃહ સચીવ અજય ભલ્લાએ ગત મહિને જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહીતાની ધારા 106 (2) ને લાગુ કરવાનો નિર્ણય અખિલ ભારતીય મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસની સલાહ બાદ જ લાગુ કરવામાં આવશે.

આ ધારામાં જોગવાઈ છે કે જો કોઈ રાહદારીનું મોત થાય અને ડ્રાઈવર ભાગી જાય તો આ અપરાધ ઈરાદા વગર હત્યા અંતર્ગત આવશે. જેમાં આરોપી ડ્રાઈવરને 10 વર્ષ અને 7 લાખનો દંડ ભરવાનો હોય છે.

ઉપરોકત નવી ભારતીય ન્યાય સંહીતા 1 જુલાઈ 2024 થી લાગુ પડશે. જયારે હીટ એન્ડ રનની નવી જોગવાઈ હાલ લાગુ નહીં પડે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj