‘PMJAYમા’ યોજનામાં હોસ્પિટલો માટે નવી SOP તૈયાર : ‘ધંધાવાળા’ઓના ઓપરેશન થશે

Gujarat | Ahmedabad | 13 December, 2024 | 10:50 AM
કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, નિઓનેટલ કેર માટે સપ્તાહમાં માર્ગદર્શિકા આવશે : આરોગ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા : પૈસા માટે દર્દીઓ સાથે ખિલવાડ નહીં ચાલે : એન્જીયોપ્લાસ્ટીની સીડી ફરજિયાત
સાંજ સમાચાર

ગાંધીનગર, તા. 13
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY-મા યોજના હેઠળ એમ્પેન્લ્ડ હોસ્પિટલ્સ માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી (કેન્સર) અને નિઓનેટલ (બાળરોગ) સારવારની પ્રોસિઝર માટેની નવી માર્ગદર્શિકાને આખરી  ઓપ અપાઇ રહ્યો છે. જેની સત્તાવાર જાહેરાત આગામી સપ્તાહે કરાશે.

આ SOPમાં PMJAY-મા યોજના સંલગ્ન  તમામ હોસ્પિટલે ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એકટ હેઠળ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું. જિલ્લા અને રાજકય સ્તરે અલાયદી સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની ટીમો તૈયાર કરવી, એમ્પેન્લ્ડ હોસ્પિટલની ફરિયાદ આધારીત અને શંકાસ્પદ કામગીરી સંદર્ભે આકસ્મિક મુલાકાત કરીને જરૂરી કાર્યવાહી કરવી. કેન્સરની કેટલીક ટ્રીટમેન્ટ માટે ટયુમર બોર્ડનું સર્ટીફીકેટ ફરજિયાત કરવું અને તેના માટે SHA દ્વારા ઓનલાઇન પોર્ટલ વિકસાવવા જેવી સંખ્યાબંધ નવી બાબતોનો સમાવેશ કરાશે.

ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અગ્રસચિવ ધનંજન દ્વિવેદી, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ, નેશનલ હેલ્થ મિશનના મેનેજિંગ ડાયરેકટર રમ્યા મોહન, રાજયની વિવિધ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ઉપસ્થિતિમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજનાની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જેમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, પૈસાની લાલચમાં દર્દીઓ સાથે ગેરરીતિ આચરતા લોકો માટે આ નવી SOPમાં પણ અવકાશ ન રહે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે. આ યોજના હેઠળ મળતી સારવારને વધુ સરળ, સુગમ્ય અને સમગ્ર  વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. PMJAY-મા યોજના અંતર્ગત એમ્પેન્લ્ડ હોસ્પિટલ્સ માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી અને નિઓનેટલ સારવારની પ્રોસિઝર માટે આરોગ્ય વિભાગે બનાવેલી નવી SOP સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ હતી.

PMJAY અંતર્ગત અમ્પેન્લ્ડ હોસ્પિટલ અને ટ્રીટમેન્ટ સંલગ્ન માહિતી લોકોને સહેલાઇથી મળી રહે. હોસ્પિટલ્સમાં પેકેજ અને પ્રોસિઝરના સાઇનેજીસ લાગે તે માટેની પણ સૂચના આરોગ્યમંત્રીએ આપી હતી.

CCTV ફરજિયાત
નવી SOPમાં નિઓનેટલ કેર અને ખાસ કરીને બાળકોને આઇ.સી.યુ.માં આપવામાં આવતી સારવાર માટેની પણ નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. જેમાં  NCU-SNCU જેવી સારવાર માટે ફરજિયાતપણે સી.સી.ટી.વી. ઇન્સ્ટોલેશન સહિતના વિવિધ મુદાઓ આવરી લઇને ગેરરીતિને કોઇપણ અવકાશ ન રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

કેન્સરની ટ્રીટમેન્ટ
ઇમેજ ગાઇડેડ  રેડિએશન થેરાપી IGRT માટે CBCT (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) કરવા માટેની ઇમેજ KV (કિલોવોટ)માં જ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ થેરાપી કયા કયા ટયુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી રહી છે. કેનસરની કેટલીક ટ્રીટમેન્ટ માટે ટયુમર બોર્ડનું સર્ટીફીકેટ  પણ ફરજિયાત કરાશે. જેના માટે SHA દ્વારા ઓનલાઇન પોર્ટલ વિકસાવવામાં આવશે. કેન્સરની ટ્રીટમેન્ટ માટેના કેટલાક પેકેજમાં પણ સુધારા કરવામાં આવશે.

નવી SOPમાં કોના માટે કેવા નિર્ણયો લેવાયા છે ?
- ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એકટ હેઠળ PMJAY સંલગ્ન હોસ્પિટલોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
- જિલ્લા સ્તરે અને રાજય સ્તરે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની અલાયદી ટીમો તૈયાર કરાશે.
- આ ટીમો એમ્પેન્લ્ડ હોસ્પિટલની ફરિયાદ આધારીત, શંકાસ્પદ કામગીરી સંદર્ભે આકસ્મિક મુલાકાત લઇને જરૂરી કાર્યવાહી કરશે.
- તાજેતરમાં તાત્કાલીક અસરથી કાર્ડિયો પ્રોસિઝરની જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં કાર્ડિયોલોજી, કાર્ડિયોવાસકયુલર સર્જરીની પ્રોસિઝર માટે હોસ્પિટલોએ ફરજિયાતપણે સાથે જ બંને સ્પેશિયાલિટી લેવાની તથા બંને સ્પેશિયાલિટી ફરજિયાતપણે ફુલટાઇમ રાખવાની જોગવાઇ કરાઇ છે.
- કાર્ડિયોની પ્રોસિઝર કરતી હોસ્પિટલ્સે એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી પ્રોસિઝરની CD દર્દીઓને SHA-IC-ISA ને જમા કરાવવાની રહેશે.
- આ CD પોર્ટલ ઉપર પણ અપલોડ થાય તે માટેની પણ વ્યવસ્થા હાથ ધરાશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj