રૂપાલા વિવાદમાં નવો ફણગો: સોશ્યલ મીડિયામાં રિવાબા જાડેજાને સાંકળતી ઓડિયો ક્લિપ વાઇરલ

Gujarat | Jamnagar | 10 April, 2024 | 02:59 PM
કથિત ક્ષત્રિય મહિલાની ઓડિયો ક્લિપમાં ધારાસભ્ય રિવાબા જાડેજાને પૂછાયા અનેક પ્રશ્નો: મહિલા જાગૃતિ માટે ગામડાઓ ફરનાર રિવાબા રાજપૂત સમાજની મહિલાઓના સમર્થનમાં કેમ નહીં?: ભાજપ કરતા સમાજને અગ્રતા હોવી જોઇએ કહી સમાજની બહેનો માટે અભિપ્રાય આપવા કર્યુ આહવાન: વધુ શકિતશાળી વ્યકિત મળે તો ભાજપ બિસ્તરા બંધાવી દે પરંતુ સમાજ સાથ ન છોડે
સાંજ સમાચાર

જામનગર તા.10
ગુજરાતભરમાં રાજપૂત સમાજ દ્વારા કેન્દ્રિય મંત્રી પુરૂસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આ આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવનાર રાજપૂત સમાજની મહિલાઓમાં જામનગરના મહિલા ધારાસભ્ય રિવાભા જાડેજાની સ્પષ્ટતાની માંગ થઇ રહી છે. મહિલા સશક્તિકરણ માટે ગામડા ફરનાર રિવાબા જાડેજા રાજપૂત સમાજના આંદોલન વખતે ક્યાં છે..? તેવા પ્રશ્ર્નો ઉઠાવતી ઓડિયો ક્લિપ પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે.

કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિષે કરેલ ટિપ્પણીથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ગુજરાતભરમાં રાજપૂત સમાજ રૂપાલાની ટીકિટ કાપવાની માંગણીના એકમાત્ર અવાજ સાથે આંદોલન ચલાવી રહ્યો છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજશેખાવત પણ ગુજરાત આવી ચુક્યાં છે. રાજપુત સમાજની અનેક સંસ્થાઓ આ અંદોલનને સમર્થન આપી ચુકી છે.

ગુજરાતના કેટલાંક રજવાડાઓ પણ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુક્યાં છે. આ સંજોગોમાં સેલીબ્રિટી ગણાતા જામનગર ઉત્તર બેઠકના ભાજપના ધારાસભ્ય શ્રીમતિ રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા આ મુદ્દે હજુ સુધી સાઇડલાઇન રહ્યાં હોવાથી હવે સોશ્યલ મીડિયા ઉપર તેઓની નિશાન બની રહ્યાં છે. રાજપુત મહિલાની કથિત ઓડિયો ક્લિપ ભારે વાઇરલ થઇ રહી છે.

આ ક્લિપમાં કહેવાયું છે કે, રિવાબા જાડેજા ગામડે ગામડે મહિલા સશક્તિકરણ અને મહિલાઓને જાગૃત કરવા માટે નિકળ્યાં હતાં તો અનેક મહિલાઓ જાગૃત થઇ ગયા છે ત્યારે તમે કયાં છો...? રાજપૂત સમાજની મહિલાઓ વિષે અયોગ્ય વાત થતી હોય અને રાજપૂત મહિલાઓ દ્વારા તેનો વિરોધ થઇ રહ્યો હોય ત્યારે તમે કેમ ચુપ છો...?

શું તમે રાજપૂત સમાજ સાથે નથી...? તમારા માટે સમાજ કરતા પણ વધારે પાર્ટી છે...? અનેક પ્રશ્નો પુછનાર મહિલા આ ક્લિપમાં આગળ બોલે છે કે, પાર્ટીને તમારા કરતા વધુ તાકાતવાળા વ્યક્તિ મળશે ત્યારે તમારા બિસ્તરા બંધાવી દેશે. તમે પાર્ટી છોડો તેવું અમે નથી કહેતાં પરંતુ રાજપૂત સમાજની તરફેણમાં બોલવું જોઇએ.

આજ દિવસ સુધી કેમ એક પણ વખત તમે મીડિયામાં રાજપૂત સમાજ પ્રત્યે લાગણી દર્શાવી નથી...?આમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજપૂત સમાજની મોટી વસ્તી છે ત્યારે રાજપૂત સમાજના ચાલી રહેલાં આ આંદોલન વખતે હવે આ વિવાદમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાને સાંકળતી ઓડિયો ક્લિપ વાઇરલ થતાં ભારે ચકચાર જાગી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj