નીફટી ફરી 22000ને પાર: શેરબજારમાં તેજી

India, Business | 16 February, 2024 | 05:45 PM
મહિન્દ્રા જેવા હેવીવેઇટ શેરો ધુમ લેવાલીથી નવી ઉંચાઇએ પહોંચ્યા: મીડકેપ, સ્મોલકેપ શેરો પણ ઝળક્યા
સાંજ સમાચાર

રાજકોટ, તા.16
મુંબઇ શેરબજારમાં તેજીનો નવો દોર શરુ થયો હોય તેમ આજે 400 પોઇન્ટથી વધુનો ઉછાળો નોંધાયો હતો. નીફટી ફરી વખત 22 હજારની સપાટીને પાર કરી ગયો હતો.  શેરબજારમાં આજે શરુઆત જ તેજીના ટોને થઇ હતી વિશ્વ બજારોના પોઝીટીવ ટ્રેડ તથા રીટેલ ઇન્વેસ્ટોની લેવાલી વચ્ચે મોટાભાગના શેરો ઉંચકાતા રહ્યા હતા. વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલીનું કારણ ડીસ્કાઉન્ટ કરી દેવામાં આવ્યું હતું. જાપાન અને જર્મની આર્થિક સ્લોડાઉનમાં સપડાયા હોવાના કારણે ભારત વહેલી તકે બંને દેશથી આગળ નીકળી જશે અને વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે એવા રિપોર્ટની સારી અસર થઇ હતી. આ સિવાય ચાલુ દાયકાના તમામ વર્ષોમાં ભારતનો આર્થિક વિકાસ દર 6 ટકાથી વધુ રહેવાના રીપોર્ટથી પણ તેજીને ટેકો મળી ગયો હતો.

જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ તેજીના ઝોનમાં રહી છે દરેક નીચા મથાળે રીટેલ ઇન્વેસ્ટરોની લેવાલી આવી જાય છે. કોઇ નેગેટીવ કારણ ન હોવાથી માર્કેટ સતત તેજીમાં આગળ ધપતું રહ્યું છે. મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 402 પોઇન્ટના ઉછાળાથી 72453 સાંપડ્યો હતો જે ઉંચામાં 72545 તથા નીચામાં 72218 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 142 પોઇન્ટના ઉછાળાથી 22053 હતો જે ઉંચામાં 22068 તથા નીચામાં 21968 હતો.  જાણીતા શેરોમાં ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઇટન, અલ્ટ્રા ટેક સિમેન્ટ, એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસઇન બેંક, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, મહિન્દ્ર, મારુતી, ટાટા મોટર્સ, વિપ્રો, ભારત પેટ્રોલીયમ જેવા શેરોમાં ઉછાળો હતો. પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, બ્રીટાનીયા, ઓએનજીસીમાં ઘટાડો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj