મોદીના ગુજરાત પ્રવાસના બે તબકકા પુરા થતા જ સંગઠને ચુંટણી દૌર સંભાળ્યો

રાત્રીના સંદેશ છુટયા: સવારથી સેન્સ: કાલે સાંજે શહેર જીલ્લાના પદાધિકારીઓ ગાંધીનગર જશે: બુધવારે પાર્લીયામેન્ટ્રી બોર્ડ

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 26 February, 2024 | 05:09 PM
મોટાભાગના નેતાઓ પણ ઉંઘતા ઝડપાયા: લોબીંગની તક જ નહી: સેન્સ આપવામાં પણ અપેક્ષિતોને જ આમંત્રણ: બંધબારણે પ્રક્રિયા
સાંજ સમાચાર

રાજકોટ: ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજયની મુલાકાતના બે તબકકા પુર્ણ થતા જ હવે લોકસભા ચુંંટણી માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા તેજ બનાવતા રાજય ભાજપે આજે તમામ 26 બેઠકો 12 ઈન્સ્ટન્ટ સેન્સ લેવા માટે પ્રદેશ નિરીક્ષકોને દોડાવતા મોટાભાગના અગ્રણીઓ પણ ઉંઘતા ઝડપાયા હતા અને આ સૈન્ય પણ વ્યાપક નહી પણ આયોજનો પુરતી મર્યાદીત રાખી આવતીકાલ સાંજ સુધીમાં સૈન્ય પ્રક્રિયા અને તેનો રીપોર્ટ પુરો કરીને બુધવારે મળનારા ગુજરાત ભાજપના પાર્લીયામેન્ટ્રી બોર્ડમાં દરેક મતક્ષેત્રના નિરીક્ષકોના રિપોર્ટ અને તેમના દ્વારા સૈન્યમાં આવેલા નામોમાંથી પેનલ બનાવીને તા.29ના દિલ્હીમાં મળનાર ભાજપની કેન્દ્રીય ચુંટણી સમીતીની બેઠક સમક્ષ આ રિપોર્ટ રજુ કરીને માર્ચના પ્રથમ સપ્તાહમાં જ ગુજરાત સહિત 120થી વધુ લોકસભા બેઠકના ભાજપના નામો નિશ્ચિત થઈ જશે તેવા સંકેત છે.

પક્ષ દ્વારા વડાપ્રધાનની મુલાકાત પુરી થતા હવે ચુંટણી જાહેરાત બાદ વડાપ્રધાન શ્રી મોદીના ગુજરાતના પ્રચાર રાઉન્ડનો એક-બે પ્રવાસ યોજાઈ શકે છે અને પક્ષે ચુંટણી કાર્યાલયો અગાઉ જ ખોલી નાખ્યા છે અને હવે કમળ સાથે નિશ્ર્ચિત થનારા ઉમેદવારના નામ ફોટા જ મુકવાના બાકી છે તે વચ્ચે સૈન્ય પ્રક્રિયાને હવે અચાનક જ વેગ આપીને પક્ષે કાર્યકર્તાઓમાં પણ આશ્ર્ચર્ય સેવ્યુ છે.

કાલે સાંજે વડાપ્રધાનના રાજકોટના કાર્યક્રમ પછી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને રાત્રીના 11 વાગ્યે જ તમામ જીલ્લા તથા મહાનગર પ્રમુખો સંદેશ મોકલી તેઓને કાલે સેન્સ માટે પહોચવાનુ છે તેમ જણાવીને તેઓને વહેલી સવારે રવાના થઈ જવા સૂચના મળી હતી અને તે મુજબ રાજયભરમાં તમામ સંસદીય બેઠકમાં સેન્સનો ધમધમાટ શરૂ થયો હતો. હવે પક્ષ આગામી માસમાં જ ગુજરાતમાં ઉમેદવાર જાહેર કરીને વિપક્ષને પુરી રીતે મહાત કરવા માટે તૈયારી કરશે.

સેન્સમાં અપેક્ષિતો અંગે પણ પક્ષે મર્યાદા રાખી છે અને તેથી સાંજ સુધીમાં મોટાભાગના જીલ્લા બેઠકો પર સેન્સ પુરી થઈ જશે અને કાલ સાંજ સુધીમાં રિપોર્ટ આવ્યા બાદ તમામ જીલ્લા-મહાનગરોના પ્રમુખ મહામંત્રી તથા પુર્વ અને વર્તમાન સાંસદો-ધારાસભ્યો વિ.ને કાલે સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચી જવા જણાવ્યું છે અને બુધવારે પાર્લીયામેન્ટ્રી બોર્ડ એક બાદ એક વખત 26 જીલ્લાઓના નામ-પેનલ કલીયર કરી ગુરુવારે સાંજે મળનારી કેન્દ્રીય ચુંટણી સમીતીની બેઠકમાં પ્રદેશ પ્રમુખ- મુખ્યમંત્રી તથા સંગઠન મહામંત્રી રજુ કરશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj