નીતા અંબાણી અને મુંબઈ ઇન્ડિયન્સના આઇકન સચિન તેંડુલકરે બાળકોની જિંદગીમાં રમત-ગમતના મહત્વ વિશે વાત કરી

India, Sports | 08 April, 2024 | 05:06 PM
સાંજ સમાચાર

રાજકોટ:તા 8 
સમગ્ર મુંબઈની વિવિધ એનજીઓના 18,000 બાળકોની હાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે વિજય મેળવ્યો એ સાથે મુંબઈ ઈન્ડિયન્સના માલિક  નીતા એમ અંબાણી અને મુંબઈ ઈન્ડિયન્સના આઇકન સચિન તેંડુલકરે શા માટે એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ઇએસએ) દિવસ આટલો ખાસ છે અને મુંબઈ ઈન્ડિયન્સની ઈકોસિસ્ટમમાં દરેક માટે તે કેમ અનોખો છે તે વિશે વાત કરી હતી.

નીતા અંબાણીએ મેચ દરમિયાન સ્ટેન્ડમાં બાળકો સાથે સમય વિતાવ્યો અને તેમના અનુભવો અંગે તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ પહેલના મહત્વ વિશે બોલતા નીતા અંબાણીએ કહ્યુ કે "બાળકોના કારણે સ્ટેડિયમમાં ઘણી હકારાત્મકતા અને આનંદ આવ્યો છે. પ્રેક્ષકોમાં હાજર 18000 બાળકો વિવિધ એનજીઓ તરફથી આવ્યા છે.

હું માનું છું કે રમત ક્યાંય ભેદભાવ કરતી નથી અને પ્રતિભા ગમે ત્યાંથી આવી શકે છે. કદાચ આમાંથી એક બાળક રમત-ગમતના શિખરે પહોંચશે અને હું આશા રાખું છું કે તેઓ આ અનુભવમાંથી ઘણી આનંદપ્રદ યાદો લઈને જશે અને તેઓ પોતાના સપનામાં વિશ્વાસ મૂકવાની શક્તિ અને હિંમત મેળવશે."

તેંડુલકરે પોતાની સ્ટેડિયમની પ્રથમ મુલાકાત કેવી હતી તે વિશે અને તેને એ મુલાકાત હજુ પણ બરાબર કેવી રીતે યાદ છે તે વિશે વાત કરી હતી. તેમણે બાળકોને જીવન બદલી શકે તેવા અનુભવો પૂરા પાડવાના શ્રીમતી અંબાણીના વિઝનને પણ શ્રેય આપ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj