તમિલનાડુ સરકારને સુપ્રિમ કોર્ટની ફટકાર

કોઈપણ સંસ્થા મહિલાને તેના મેટરનીટી લિવના અધિકારથી વંચિત ન કરી શકે : સુપ્રિમ કોર્ટ

India | 23 May, 2025 | 04:05 PM
મહિલા બીજા લગ્ન બાદ માતા બનતા મેટરનીટી લિવ આપવાનો ઈન્કાર કરાયો હતો
સાંજ સમાચાર

નવી દિલ્હી તા.23
સુપ્રિમ કોર્ટે આજે મેટરનીટી લિવને લઈને એક મહત્વનો ફેસલો આપ્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે, મેટરનીટી લીવ માતૃત્વ લાભનું એક અભિન્ન અંગ છે અને મહિલાઓના પ્રજનન અધિકારોનો એક મહત્વનો ભાગ છે.

સુપ્રિમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે, કોઈપણ સંસ્થા કોઈપણ મહિલાને મેટરનીટી લીવનાં અધિકારથી વંચિત ન કરી શકે. આ ઐતિહાસીક આદેશ તમિલનાડુની એક મહિલા સરકારી શિક્ષિકા દ્વારા દાખલ અરજી પર આપ્યો હતો.

મહિલાને બીજા લગ્ન બાદ થયેલા બાળકનાં જન્મ બાદ મેટરનીટી લીવ આપવાનો ઈન્કાર કરાયો હતો. પોતાની અરજીમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેને મેટરનીટી રજા આપવાનો એ આધારે ઈન્કાર કરવામાં આવ્યો હતો કે તેના પહેલા લગ્નથી બે બાળકો છે.

તમિલનાડુમાં નિયમ છે કે, મેટરનીટી લિવનો લાભ માત્ર પ્રથમ બે બાળકોનાં જન્મમાં જ મળે. અરજદાર મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, તેણે તેના પ્રથમ લગ્નથી થયેલા બે બાળકો માટે કોઈ મેટરનીટી લિવ કે લાભ નહોતો લીધો.

મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે, તે તેના બીજા લગ્ન બાદ જ સરકારી સેવામાં આવી છે. અરજદાર મહિલા તરફથી વકીલે જણાવ્યું હતું કે, રાજયનાં નિર્ણયથી મહિલાનાં મૌલિક અધિકારોનો ભંગ થયો છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj