વોશીંગ્ટન,તા.15
ઓપરેશન સિંદુર દરમ્યાન ભારતે કરેલી સ્ટ્રાઈકમાં પાકિસ્તાની અણુસ્થાન ઝપટે ચડયાની વાત તથા અણુ રેડીએશન લીક થયાની અટકળો નકારી કાઢવામાં આવી છે.
વિયેના સ્થિત વૈશ્વિક અણુ વોમડોગ ઈન્ટરનેશનલ એટોમીક એનર્જી એજન્સીએ જાહેર કર્યું હતું કે, પાકિસ્તાનનાં કોઈપણ અણુ મથકેથી રેડીએશન લીક થયા નથી. ભારતીય એરફોર્સે પણ અગાઉ સ્પષ્ટ કર્યુ હતું કે અણુમથક ધરાવતાં પાકિસ્તાનનાં કિરાણા હિલ્સને ટારગેટ કરાયા ન હતા.
એજન્સીનાં પ્રવકતાએ સ્પષ્ટ કર્યુ હતું કે પાકનાં કોઈપણ અણુસ્થળેથી રેડીએશન લીક કે રીલિઝ થયુ ન હતું. ભારતની સ્ટ્રાઈક બાદ બે દિવસથી રેડીએશન લીક થયાની અટકળો ચાલી રહી છે.
અમેરીકામાં પ્રેસ બ્રીફીંગમાં પણ આ મુદ્દો ઉપસ્થિત થયો હતો અને તેનો જવાબ ટાળવામાં આવ્યો હતો. ભારતીય એરમાર્શલ એ.કે.ભારતીએ પણ પાકિસ્તાનનાં કિરાણા હિલ્સને નિશાન બનાવાયાની વાત નકારી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy