રિલાયન્સના ચેન્નઈના વિશાળ કેમ્પસમાં મેટા કોર્પનું ડેટા સેન્ટર સ્થપાશે

ફકત પ્રી-વેડીંગ પાર્ટી જ નહી; જામનગરમાં મેગા બીઝનેસ ડીલ પણ થઈ ગઈ

India, Business | 02 April, 2024 | 10:28 AM
♦ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટસએપના ભારતના 100 કરોડથી વધુ વપરાશકર્તાઓના ડેટા હવે દેશમાંજ પ્રોસેસીંગ કરવા મેટા કોર્પ. સાથે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કરાર
સાંજ સમાચાર

♦ માર્ક ઝુકરબર્ગ- અંબાણી ફેમીલી વધુ નજીકના બીઝનેસ પાર્ટનર: 100 મેગાવોટ ડેટા લોક કેપેસીટીના રીલાયન્સના કેમ્પસમાં અમેરિકી જાયન્ટની એન્ટ્રી

નવી દિલ્હી: હાલમાં જ દેશના ટોચના ધનાઢય અને ઉદ્યોગક્ષેત્રમાં પણ નંબર વન રીલાયન્સ પરિવારના સૌથી યુવા પુત્ર અનંત અંબાણીના ત્રણ દિવસના પ્રી-વેડીંગ સમારોહ જામનગરમાં રીલાયન્સ સંકુલ ખાતે યોજાયો તે ઈવેન્ટ ઓફ 2024 બની રહ્યો તે બેશક છે.

દુનિયાભરના હું-ઝ-હુ એટલે કે જાણીતા સેલીબ્રીટીઓ સાથે આઈટી સહિતના ક્ષેત્રના વૈશ્વિક માંધાતાઓ પણ આ સમારોહમાં આવ્યા હતા અને વિશ્વભરમાં તેની નોંધ લેવાઈ પણ પાકા ગુજરાતી અંબાણી ફેમીલીએ સાથોસાથ બીઝનેસ ટોક પણ કરી લીધી હોવાના સંકેત છે અને ફેસબુક-ઈન્સ્ટાગ્રામ તથા વોટસએપથી જાણીતો મેટા-કોર્પ.ના વડા માર્ક ઝુકરબર્ગ જે આ સમારોહમાં આવ્યા હતા. તેઓ સાથે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ એક મોટી ડીલ કરી છે.

મેટાકોર્પ ભારતમાં તેની હાજરી આ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મથી સતત વધારી રહી છે અને હવે તે ‘લોકલ’ પણ બની રહી છે અને મળતા અહેવાલ મુજબ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેન્નઈ ખાતેના કેમ્પસમાં મેટા કોર્પ.નું ભારતનું પ્રથમ વિશાળ ડેટા સેન્ટર બનશે અને તે બાદ ફેસબુક-ઈન્સ્ટાગ્રામ અને વોટસએપના ભારતના કામકાજના સર્વર પણ દેશમાં જ આવી જશે. કેન્દ્રની મોદી સરકાર દેશના ડેટા વિદેશમાં જાય તેની સામે હવે તમામ કંપનીઓને જે આ પ્રકારે ડેટા સાથે કામ કરે છે. તેઓને તેમના સર્વર દેશમાં જ રાખવા માટે જણાવી રહી છે.

હાલ કરોડો ભારતીયો ફેસબુક-ઈન્સ્ટાગ્રામ કે વોટસએપનો ઉપયોગ કરે છે તે તમામ ડેટાનું પ્રોસેસન સિંગાપોરમાં મેટા કોર્પના ડેટા સેન્ટર ખાતે થાય છે પણ હવે રીલાયન્સના ચેન્નઈ ખાતેના કેમ્પસમાં મેટા કોર્પે. તેના જાયન્ટ સર્વર સાથે ડેટા સેન્ટર સ્થાપિત કરશે. ચેન્નઈ નજીક 10 એકરમાં ફેલાયેલા રીલાયન્સના આ કેમ્પસમાં બુકફિલ્ડ એસેટસ મેનેજમેન્ટ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડીજીટલ રીયાલીટીની ભાગીદારી છે અને તેમાં 100 મેગાવોટ આઈટી લોડ કેપેસીટીના ટ્રાફિકને વહન કરી શકાય તેવી સુવિધા મોજૂદ છે.

આથી મેટા કોર્પ.ને પણ જબરો લાભ છે તે લોકલ કન્ટેન્ટ મુજબ તેના પ્લેટફોર્મને વધુ સ્વીકાર્ય બનાવશે અને લોકલ એડ.માં પણ તેનો બિઝનેસ વધે છે. ભારતમાં ફેસબુકના 31 કરોડથી વધુ ઉપયોગકર્તા છે.

ઈન્સ્ટાગ્રામના 35 કરોડ અને વોટસએપના 48 કરોડ ઉપયોગકર્તા છે અને તે અમેરિકા કરતા ડબલ સંખ્યા છે અને તેથી કંપનીની એડ. આવક પણ ભારતમાં સતત વધી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj