કાલથી ગુજરાત સહિત દેશના 12 રાજયોની 94 લોકસભા બેઠકો પર ઉમેદવારીનો પ્રારંભ

રૂપાલા જ નહી શોભનાબેન બારૈયા પણ અડીખમ: ઉમેદવારીની ‘તારીખ’ બતાવી દીધી

Gujarat, Saurashtra | Rajkot | 11 April, 2024 | 05:07 PM
કોંગ્રેસના પરેશ ધાનાણીની હજુ સતાવાર જાહેરાત બાકી: રાજકોટ પણ કયારે આવે છે તેના પર નજર: તા.16ના રૂપાલાની ઉમેદવારી: હવે તા.14ના ક્ષત્રિય સંમેલનના ‘સૂર’ પર નજર:સાબરકાંઠામાં કોંગ્રેસમાંથી આયાતી શોભનાબેન બારૈયા સામે વિરોધનો વંટોળ છેક ગાંધીનગર પહોંચ્યા પછી શાંત: તા.16ના નોમીનેશન
સાંજ સમાચાર

રાજકોટ તા.11
હાલ ચાલી રહેલી લોકસભા ચુંટણીમાં હવે આવતીકાલથી ગુજરાત સહિતના 12 રાજયોમાં 94 લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધવાનો પ્રારંભ 12 રાજય તથા કેન્દ્ર શાસનના પ્રદેશો આસામ, બિહાર, છતીસગઢ, દાદરાનગર હવેલી અને દિવ, દમણ, ગોવા, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે તથા નોમીનેશન પ્રક્રિયા પુરી થયા બાદ તા.22ના સાંજે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ખાસ કરીને ગુજરાતમાં રાજકોટ, સાબરકાંઠા બેઠક પર સૌથી વધુ વિવાદ સર્જાયા છે અને અહી ઉમેદવાર બદલવાની માંગ થઈ હતી. રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિધાનો પર જે વિવાદ સર્જાયા છે તેમાં તા.14ના રાજકોટમાંજ ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન યોજાઈ રહ્યું છે જે નિર્ણાયક બનશે.

તો પરસોતમ રૂપાલાએ રાજકોટમાં પ્રચાર શરૂ કરી દીધો છે અને તા.16ના ઉમેદવારી પણ નોંધાવશે તો હવે કોંગ્રેસે કોઈ જાહેરાત મુજબ અમરેલીના જ પુર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી હવે કયારે ઉમેદવારી કરશે તેના પર નજર છે. બીજી તરફ સાબરકાંઠામાં ઉમેદવારની અટકના વિવાદ વચ્ચે ભાજપે ભીખાજી ઠાકોરની ટિકીટ કાપીને તેના સ્થાને કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ બારૈયાના ધર્મપત્ની શોભનાબેન બારૈયાને ટિકીટ આપી હતી અને તેનો વિરોધ થયો તે હજું યથાવત છે.

તે વચ્ચે શોભનાબેન બારૈયા પણ તા.16ના રોજ ઉમેદવારી નોંધાવશે. આમ બે બેઠકો જે ખૂબજ ચર્ચાસ્પદ બની તેના ઉમેદવાર હવે બદલાશે નહી તે નિશ્ચિત થઈ ગયું છે તો હવે રાજકોટ સહિત રાજયભરમાં ક્ષત્રિય સમાજ-રૂપાલા વિવાદમાં અને સાબરકાંઠામાં શોભનાબેન યથાવત રહેતા હવે તેની સામે વિરોધ કરનાર ભાજપના નેતાઓ કાર્યકર્તાઓનું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj