નવી દિલ્હી તા.16
હવે કોંગ્રેસના વધુ એક વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ થરૂરના માર્ગે ચાલ્યા છે! સીઝફાયર પર મોદીનું સમર્થન કરીને વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ પર સવાલ ઉઠાવ્યા છે. ગુરુવારે તેમણે મોદી સરકારની પ્રશંસા કર્યા બાદ વિપક્ષી ગઠબંધન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે ‘ઈન્ડિયા’ને લઈને ચિંતા વ્યક્ત કરી હતી કે મને વિશ્વાસ નથી આવતો કે વિપક્ષ ગઠબંધન હજુ સુધી યથાવત છે.
એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે આ સવાલનો જવાબ માત્ર સલમાન ખુરશીદ જ આપી શકે છે, કારણ કે તે ‘ઈન્ડિયા’ માટે સંવાદ કરનારી ટીમનો ભાગ હતા. જો વિપક્ષી ગઠબંધન પુરી રીતે યથાવત હોય તો મને ખુશી વિશે હજુ એવું લાગે છે કે મોટી તાકાત સામે ગઠબંધન નબળું પડી ગયું છે. પુર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ‘ઈન્ડિયા’એ બધા મોરચા સામે લડવું પડશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy