રાજયસભા ચૂંટણી: મોટાપાયે ક્રોસવોટીંગથી કોંગ્રેસ મોવડીમંડળ ઉંઘતુ ઝડપાયુ

હવે હિમાચલની કોંગ્રેસ સરકાર મુશ્કેલીમાં : આજથી જ બજેટ ટેસ્ટ

India, Politics, Lok Sabha Election 2024 | 28 February, 2024 | 11:26 AM
♦ વિધાનસભામાં 34 સભ્યો સરકાર સાથે પણ બાગી બનેલા કોંગ્રેસના 6 ધારાસભ્યોના વલણ પર નજર: વિપક્ષના નેતા જયરામ ઠાકુર રાજયપાલને મળ્યા: સરકારે બહુમતી ગુમાવ્યાનો દાવો
સાંજ સમાચાર

♦ હવે બજેટ નામંજુર અથવા રાજયપાલ ખુદ વિશ્વાસમત લેવા જણાવે તેવી શકયતા: અવિશ્ર્વાસ પ્રસ્તાવની પણ ભાજપની તૈયારી

સિમલા: હિમાચલ પ્રદેશમાં રાજયસભાની ચુંટણીમાં ગઈકાલે રાજયના શાસક કોંગ્રેસ પક્ષના 6 તથા ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કરીને ભાજપને મત આપતા રાજયની એકમાત્ર બેઠક પર પણ બહુમતી છતા કોંગ્રેસને પરાજય સહન કરવો પડયો છે અને તે સાથે જ હવે મુખ્યમંત્રી સુખવિંદર સુબુની સરકાર પણ લઘુમતીમાં આવી ગઈ હોવાનો દાવો કરી ભાજપે મુખ્યમંત્રી અને સરકારના રાજીનામાની માંગ કરી છે.

એક તરફ રાજય વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ છે અને આજે જ સરકાર બજેટ રજુ કરવા જઈ રહી છે તે સમયે જ 68 સભ્યોની વિધાનસભામાં એક તબકકે કોંગ્રેસના 40 સભ્યોમાંથી 6ના ક્રોસવોટીંગથી હવે સરકાર સાથે 34 સભ્યો રહ્યા છે. જયારે કોંગ્રેસ પક્ષે રાજયસભા સમક્ષ 26 ધારાસભ્યો રજુ કરીને પુર્વ મુખ્યમંત્રી તથા ભાજપના નેતા જયરામ ઠાકુર ગઈકાલે જ રાજયપાલ શિવપ્રતાપ શુકલાને મળ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ આજે જ વિધાનસભામાં સરકારને બજેટ મંજુર કરાવવામાં મુશ્કેલી પડશે નહી પણ હવે ભાજપ ખુદ સરકાર સામે અવિશ્ર્વાસ પ્રસ્તાવ લાવે તેવી ધારણા છે અથવા રાજયપાલ ખુદ મુખ્યમંત્રીને ગૃહમાં બહુમતી સાબીત કરવા જણાવી શકે છે.

વિપક્ષના નેતા જયરામ ઠાકુરે દાવો કર્યો છે કે હજુ એક મંત્રી અને કેટલાક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને જો રાજયપાલ ફલોર ટેસ્ટનો આદેશ આપે તો સુબુ સરકાર મુશ્કેલીમાં આવી જશે. હવે પહેલા આજે બજેટ પસાર ન થાય તો પણ સરકાર આપોઆપ મુશ્કેલીમાં મુકાઈ જશે.

‘બાગી’ ધારાસભ્યોને રાતોરાત 'Y’ કેટેગરી સુરક્ષા
ભાજપના બે ધારાસભ્યો પણ સુરક્ષા હેઠળ

સિમલા: હિમાચલમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં બાગી બનેલા કોંગ્રેસના 6 તથા ત્રણ અપક્ષ અને ભાજપના બે ધારાસભ્યોને ‘આપ’ કેટેગરીની સુરક્ષા આપી છે.

જો કે સરકારની સાથે કોંગ્રેસના 34 ધારાસભ્યો છે અને બહુમતી માટે 35ની જરૂર છે. આમ એક ધારાસભ્યના ટેકાનો ખેલ છે પણ ભાજપ હજુ કોંગ્રેસના વધુ ધારાસભ્યોને ખેડવે તેવી શકયતા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj