‘ઓપરેશન સિંદુર’ પર ફિલ્મ બનાવવા હોડ!

હવે શૌર્ય પર ટ્રેડમાર્ક! ‘ઓપરેશન સિંદુર’નામ માટે રિલાયન્સ સહિત ચારે આવેદન કર્યું

India, Operation Sindoor | 08 May, 2025 | 04:28 PM
દેશના ટોચના ઉદ્યોગપતિની કંપનીએ કરેલી અરજીથી જબરૂ આશ્ચર્ય
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.8
પહેલગામ આતંકી હુમલાના જોરદાર જવાબરૂપે ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદુર અભિયાન હેઠળ કાર્યવાહી કરતા દેશવાસીઓની છાતી સેનાની કાર્યવાહીથી ગજગજ ફુલી રહી છે. ત્યારે હવે આ શૌર્ય પર ધંધો કરવા પડપાડી થઈ છે. જીહા, ‘ઓપરેશન સિંદુર’ના ટ્રેડમાર્ક માટે રિલાયન્સ સહિત અન્ય ત્રણે આવેદન કર્યું છે.

‘ઓપરેશન સિંદુર’પર ફિલ્મ બની શકે છે અને ફિલ્મનાં ટાઈટલ માટે આ આવેદન થયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 7 મેનાં રોજ ઓપરેશન સિંદુરનું ટ્રેડમાર્કનું આવેદન કર્યું છે. આ આવેદન કલાસ 41 અંતર્ગત કરવામાં આવ્યું છે. મતલબ કે ટ્રેડમાર્ક મળ્યા બાદ એન્ટર ટેઈનમેન્ટ અને ક્લ્ચરલ એકિટવિટીઝ માટે આ શબ્દનો ઉપયોગ માત્ર રિલાયન્સ જ કરી શકશે.

આ આવેદન ત્યારે કરવામાં આવ્યુ જયારે ભારતે લગભગ 1 વાગ્યા પછી પાકિસ્તાનનાં 7 શહેરોનાં 9 આતંકવાદી ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરી હતી જેમાં 100 થી વધુ આગાહી માર્યા ગયા હતા.

રિલાયન્સ ઉપરાંત આ ટ્રેડમાર્ક માટે મુકેશ ચેતરામ અગ્રવાલ ગ્રુપ કેપ્ટન કમલસિંહ ઓબેર (રીટાયર્ડ) આલોક કોઠારીએ પણ આવેદન કર્યું છે. ભારતીય ટ્રેડમાર્ક રજીસ્ટ્રી હવે આવેદનોની સમીક્ષા કરશે.

આ પ્રોસેસમાં મહિનાઓ લાગી શકે છે. જો એપ્રુવલ મળી જાય છે. તો રીલાયન્સને સ્પેસીફાઈડ કેટેગરીમાં ‘ઓપરેશન સિંદુર’માં ઉપયોગ કરવા માટે એકસક્લુઝીવ રાઈટ મળી  જશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj