એક-એક બેઠકની ચિંતા કરી ભાજપ લક્ષ્ય નજીક પહોંચ્યો

હવે રાજયસભામાં NDA બહુમતીની નજીક

India, Politics | 28 February, 2024 | 12:34 PM
ગઈકાલે વધુ બે બેઠકો પર વિજય મળતા ઉપલાગૃહમાં ભાજપની 97 બેઠકો સાથે એનડીએની 117: હવે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી બાદ એનડીએ બહુમતીમાં આવશે
સાંજ સમાચાર

નવી દિલ્હી: ગઈકાલે યોજાયેલી રાજયસભાની 15 બેઠકોની ચુંટણી વિજયે બે વધારે સહિત 10 બેઠકો મેળવતા હવે તે ઉપલાગૃહમાં એનડીએ જોડાણથી બહુમતીની અત્યંત નજીક સરકી છે. રાજયસભામાં ભાજપના 97 સાંસદો હવે થયા છે અને એનડીએના સાથી પક્ષોને સાંસદો સામે આ જોડાણને 117 બેઠકો થઈ છે અને રાજયસભામાં 121 મતોથી બહુમતી નિશ્ચિત થાય છે.

આ વર્ષે પ્રથમ તબકકામાં રાજયસભાની 56 બેઠકો પર રોટેશન મુજબ જે દ્વીવાર્ષિક ચુંટણીઓ યોજાય છે તેમાં હાલ ગૃહની 240 સભ્યોની અસરકારક સંખ્યા સામે 121 મતોની બહુમતી નિશ્ચિત થાય છે. જયારે જમ્મુ-કાશ્મીરની ચાર બેઠકો ઉપરાંત નોમીનેટેડ કેટેગરીમાં ખેડા બેઠક ખાલી છે અને હાલની ચુંટણીમાં 41 સભ્યો બીનહરીફ ચુંટાયા હતા.

જયારે 15 સભ્યોની જે ચુંટણીઓ યોજાઈ હતી. તેમાં ભાજપે જે રીતે જીત મેળવી પછી તેને 56માંથી 30 બેઠકો મળી છે. આમ હવે ભાજપ રાજયસભામાં એનડીએ મારફત બહુમતીથી બહુ દુર નથી. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષના અંત સુધીમાં ચુંટણી યોજાઈ રહી છે તે નિશ્ચિત છે અને તેથી તેમાં ભાજપને જે બેઠકો મળે તેથી બહુમતી મેળવવામાં લાભ મળે અને કોંગ્રેસ હવે 29 બેઠકો સાથે બીજા સ્થાને આવી છે.

આગામી સમયમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ભાજપે 370 બેઠકો અને એનડીએની સાથે 400થી વધુ બેઠકોનો જે લક્ષ્યાંક રાખ્યો છે તેના પરથી હવે સંસદમાં તે પ્રથમ વખત બન્ને ગૃહોમાં બહુમતી મેળવવા માટે સક્ષમ બની જશે.

રાજયસભા સભ્યસંખ્યા
ભાજપ-97 * કોંગ્રેસ-29 * ટીએમસી-13 * ડીએમડી- આમ આદમી પાર્ટી બન્ને 10-10- બેઠકો * બીજુ જનતાદળ અને વાયએસઆર કોંગ્રેસ આજે 9-9 બેઠકો * ભાજપ રાષ્ટ્રીય સમિતિ-7 * રાજદ-6 * સીપીએમ-5, અન્નાડીએમકે અને જનતાદળ (યુ) બન્ને 4-4 બેઠકો * અપક્ષ-3 * સમાજવાદી પક્ષ અને સામ્યવાદી પક્ષ બન્ને 2-2 બેઠકો * નિયુક્ત-6, અન્ય નાના પક્ષો 24 બેઠકો

નોંધ: રાજયસભા કુલ સભ્ય સંખ્યા 245 * હાલ 240 સભ્યો * ખાલી બેઠકો જમ્મુ-કાશ્મીર-4, નિયુક્ત-1

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj