હવે આઇપીએસની બદલીઓ મોદીની ગુજરાત મુલાકાત બાદ થવાની સંભાવના

Gujarat | Rajkot | 12 February, 2024 | 05:45 PM
ચૂંટણીપંચની ડેડલાઇન વિતી ગઇ હોવા છતાં પણ રાજ્ય સરકાર આખરી ઘડીએ જ નિર્ણય લેશે: જૂલાઇ સુધીમાં નિવૃત્ત થઇ રહેલા ચાર અધિકારીઓના ફેક્ટરને પણ ધ્યાનમાં લેવાશે
સાંજ સમાચાર

રાજકોટ, તા.12
ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વે જ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી અંગે આઇએએસમાં એક મોટો રાઉન્ડ આવી ગયો પરંતુ આઇપીએસની બદલીમાં હજુ મુદત પડે તેવી ધારણા છે. અને તા.31 જાન્યુ. ચૂંટણી પંચની ડેડલાઇન પુરી થઇ ત્યારબાદ પણ હજુ આઇપીએસમાં સરકારે કોઇ નિર્ણય લીધો નથી. તે સમયે દિલ્હીમાં આ લીસ્ટ અટક્યું હોવાનું માનવામાં આવે છે અને સુત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન તા.22 ફેબ્રુઆરીથી તા.25 સુધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તે સમયે જ હાલ બદલી નહીં કરીને માસના અંતમાં બદલીનો રાઉન્ડ આવશે તેવું માનવામાં આવે છે. બીજી તરફ રાજ્યમાં ચાર સિનિયર આઇપીએસ અધિકારી જુલાઇ માસમાં નિવૃત્ત થઇ રહ્યા છે.  અને એક વખત ચૂંટણી પ્રક્રિયા શરુ થઇ જશે પછી બદલી સહિતની કામગીરી માટે ચૂંટણી પંચની મંજુરી જરુરી હશે અને તે ફેક્ટરને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. 

સુરતના પોલીસ કમિશનર અજય તોમર નિવૃત્ત થઇ ગયા પછી પણ તેમના સ્થાન અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી. તો 1988 બેચના સીનીયર અધિકારી અતુલ કરવલ કે જે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે તે ઉપરાંત એડીશનલ ડીજીપી તરીકે ફરજ બજાવતા 1995 બેચના આર.બી. બ્રહ્મભટ્ટ અને 1999 બેચના સુભાષચંદ્ર ત્રિવેદી કે જેઓ હાલ સીઆઇડી ક્રાઇમના આઇજી છે. તેઓ જુલાઇમાં નિવૃત્ત થાય છે.  અને હાલ એસટીમાં એક્ઝીક્યુટીવ ડીરેકટર તરીકે ફરજ બજાવતા એમ.એ. ચાવડા પણ મે માસમાં નિવૃત્ત થાય છે અને બદલીની ગણતરીમાં તે ફેક્ટર પણ જોવાશે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj