હવે કારની નવી સિરીઝ એનપી ખૂલશે અને ટુ વ્હીલરની એન.એમ.સિરીઝમાં રિ-ઓકશન

Local | Rajkot | 22 May, 2024 | 03:25 PM
ગોલ્ડન-સિલ્વર નંબરો મેળવવા માટે ઓનલાઈન અરજી મંગાવતું આર.ટી.ઓ તંત્ર
સાંજ સમાચાર

રાજકોટ,તા.22
મોટરકાર પ્રકારના વાહનો માટે જી.જે.03.એન.પી. સિરીઝના તથા અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબરો માટે તા.28/5 થી ઓક્શન શરૂ કરવામાં આવશે, જેમાં ભાગ લેવા ઇચ્છતા વાહન માલિકોએ parivahan.gov.in  પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ માટે તા.28/5 સાંજે 4 થી તા.10/6 સાંજે 4 સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તા.10/06/2024 સાંજે 4 થી તા.12/06/2024ના સાંજે 4 વાગ્યા સુધી ઓનલાઇન બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.12/06/2024ના રોજ સાંજે 4:15 વાગ્યે ઓનલાઇન પરિણામ જાહેર થશે.

ઓનલાઇન ઑક્શનમાં ભાગ લેનાર અરજદારે parivahan.gov.in  પર ઓનલાઇન સર્વિસ, fancy number booking પર જઈ, યુઝર આઇડી, પાસવર્ડ તૈયાર કરવાના રહેશે. સી.એન.એ. ફોર્મ ભર્યા બાદ હરાજીની પ્રક્રિયામાં ભાગ લઇ ચુકવણું કરવાનું રહશે અને વાહન નંબર મેળવી હરાજીની પ્રક્રિયા પુર્ણ થયાના 5 (પાંચ) દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે.

આર.ટી.ઓ.કચેરી ખાતેથી અપ્રુવલ લઈ નંબર મેળવવાનો રહેશે. ઓકશનમાં ભાગ લેવા માટે વાહન વેચાણ તારીખથી સાત દિવસ સુધીમાં CNA ફોર્મ ઓનલાઇન ભરેલ હોવું જરૂરી છે તેમજ વાહનનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે.

ટુવ્હીલર પ્રકારના વાહનો માટે જીજે-03-એનએમ અગાઉની સીરીઝના બાકી રહેતા ગોલ્ડન તથા સિલ્વર નંબર રી ઈ-ઓકશન શરૂ કરવામાં આવનાર છે.  આ રી ઇ ઓકશન માટે મોટર સાયકલ પ્રકારના વાહનો માટે જીજે-03-એનએમ સીરીઝ પસંદગીના ગોલ્ડન તેમજ સિલ્વર નંબરો મેળવવા માટે તા.01/06/2024 સાંજના 4 કલાકથી તા.05/06/2024 સાંજનાં 4 કલાક સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

તા.05/06/2024 ના રોજ સાંજના 04:00 કલાક થી તા.07/06/2024ના સાંજના 04:00 કલાક સુધી ઓનલાઈન રી ઈ-ઓકશન ચાલુ રહેશે. જે પુર્ણ થયે તા.07/06/2024ના રોજ સાંજના 04-15 કલાકે કોમ્પ્યુટરાઇઝડ જનરેટેડ પરીણામ પરીવહન સાઇટ પર ઓનલાઇન જોઇ શકાશે.

અરજદારોએ ઓનલાઈન એપ્લિકેશન કરવા માટે parivahan.gov.in  વેબસાઇટ પર જઈ ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking  પર ક્લિક કરીને પબ્લિક યુઝર પર આઈ.ડી. બનાવવાનંસ રહેશે. અને સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભર્યા બાદ તેમાં પસંદગીનો નંબર સિલેક્ટ કરી ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ હરરાજીમાં ભાગ લઈ શકાશે.

ત્યારબાદ પાંચ દિવસમાં હરરાજીની બાકીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓ. કચેરીઓથી એપ્રુઅલ લઈ નંબર મેળવી વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ.ફોર્મ ભરવાનું રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ જણાવ્યું છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj