હવે ઈરાનના રાષ્ટ્રપતિની જવાબદારી કોણ સંભાળશે? 50 ‘દિ’માં થશે ફાઈનલ

World | 20 May, 2024 | 04:35 PM
સાંજ સમાચાર

તહેરાન (ઈરાન): રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસીનાં હેલીકોપ્ટર દુર્ઘટનામાં મોત બાદ ઈરાનમાં શોન ફેલાયો છે.ઈરાનનાં વરિષ્ઠ નેતાઓએ વર્તમાન સ્થિતિને લઈને ઈમરજન્સી મીટીંગ બોલાવી છે. રઈસીનાં મૃત્યુ બાદ હવે ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબર દેજફુલીને ઈરાનનાં અંતરીમ (વચગાળાના) રાષ્ટ્રપતિ પદની જવાબદારી સોંપી શકાય છે. ઉલ્લેખનીય છે કે અંતરીમ રાષ્ટ્રપતિ બન્યા બાદ રાષ્ટ્રપતિ તરીકે મોખબર સંસદનાં અધ્યક્ષ અને ન્યાયપાલીકાનાં પ્રમુખ સાથે ત્રણ સભ્યોની પરિષદનો પણ ભાગ બનશે. રાષ્ટ્રપતિ રઈસીનાં મોત બાદ 50 દિવસમાં જ ઈરાનમાં નવા રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે મોખબરને પણ સર્વોચ્ચ નેતા ખોમૈનીની નજીકનાં માનવામાં આવે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj