છ લાખની છેતરપીંડીના કેસમાં દોઢ વર્ષની સજા

Crime | Jamnagar | 12 April, 2024 | 03:23 PM
સાંજ સમાચાર

જામનગર તા.12
 

જામનગરમાં રૂ.6 લાખના ચેક પરતના કેસમાં અદાલતે આરોપીને દોઢ વર્ષની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યો છે. જ્યારે સોસાયટીએ પોતાના સભાસદ સામે રૂ.88260 ની ચેક પરતની કરેલી ફરિયાદમાં કોર્ટે એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ 3 કર્યો છે.

જામનગરના શૈલેષભાઈ મણીલાલ રાઠોડ નામના આસામી પાસેથી તેમના મિત્ર બકુલ લાલવાણીએ રૂ. 6 લાખ ઉછીના મેળવી પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા શૈલેષભાઈએ કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપી બકુલ લાલવાણીને તક્સીરવાન ઠરાવી દોઢ વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યો છે. શહેરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલા મોમાઈનગરમાં દુકાન ધરાવતા ઉમેશભાઈ નટવરલાલ મહેતાએ કેશરીનંદન ક્રેડીટ કો. ઓપ. સોસાયટીમાંથી લોન મેળવી હતી. આ રકમ ભરપાઈ કરવા રૂ.88260 નો ચેક આપ્યો હતો. આ ચેક પરત ફરતા સોસાયટીએ અદાલતમાં કેસ કર્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj