કોંગ્રેસને વધુ એક નેતા ભાજપમાં જશે? અધીર રંજન ચૌધરીએ આપી ધમકી

India, Politics | 23 February, 2024 | 02:50 PM
કોંગ્રેસનાં પશ્ચિમ બંગાળમાં ટીએમસી સાથે ગઠબંધનની વાતોથી અધીર રંજન નારાજ
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.23 
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ INDIA  ગઠબંધનમાં પડેલી તિરાડો ભરવામાં લાગી છે, કોંગ્રેસના મોટા નેતા INDIA  ગઠબંધનના સાથીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. તેના કારણે જ પશ્ચિમ બંગાળમાં સીટ શેયરિંગને લઈ કોંગ્રેસ અને ટીએમસીની વચ્ચે ફરી એકવાર વાતચીત શરૂ થઈ ગઈ છે.

સુત્રોનું માનીએ તો બંને પાર્ટીઓ મળીને લોકસભા ચૂંટણી લડી શકે છે, પણ તેની વચ્ચે સમાચાર છે કે પશ્ચિમ બંગાળના કોંગ્રેસ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી પોતાની પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. તેમની નારાજગી મમતા બેનર્જીની સાથે સીટ વહેંચણીને લઈ ચાલી રહેલી વાતચીતના કારણે છે.

સુત્રો મુજબ અધીર રંજન ચૌધરીએ કોંગ્રેસ હાઈકમાન્ડને પાર્ટી છોડવા સુધીની ધમકી આપી દીધી છે. તેમને ત્યાં સુધી કહી દીધુ છે કે જો ટીએમસીની સાથે ગઠબંધન થાય છે તો તે ભાજપમાં પણ સામેલ થઈ શકે છે. તેમનું અલ્ટીમેટમ કોંગ્રેસ હાઈકમાન્ડ માટે માથાનો દુખાવો બની શકે છે.

બંગાળમાં અધીર રંજન ચૌધરી સતત મમતા બેનર્જી અને ટીએમસી પર હુમલાવર રહે છે, ત્યારબાદ કહેવામાં આવી રહ્યું હતું કે રાજ્યમાં ઈન્ડિયા ગઠબંધન થવુ મુશ્કેલ છે. ત્યાં સુધી કે મમતા બેનર્જીએ જાતે જાહેરાત કરી દીધી કે તે બંગાળમાં પોતાના દમ પર ચૂંટણી મેદાનમાં ઉતરશે.

આ કોઈ પ્રથમવખત નથી કે કોંગ્રેસની પ્રથમ વિકેટ પડવા જઈ રહી છે, છેલ્લા10 વર્ષમાં કોંગ્રેસના ઘણા મોટા નેતા પાર્ટીને છોડી ચૂક્યા છે, જેમાં રીતા બહુગુણા જોશી, કેપ્ટન અમરિન્દર સિંહ જ્યોતિરાદિત્ય સિંધિયા, ગુલામ નબી આઝાદ, જિતિન પ્રસાદ, બાબા સિદ્દીકી, મિલિન્દ દેવરા, અશોક ચવ્હાણ, સુષ્મિતા દેવ, પ્રિયંકા ચતુર્વેદી, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, અશોક ચૌધરી, હિંમત બિશ્ર્વા શર્મા, અશ્ર્વની કુમાર સામેલ છે.

બહેરામપુરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરી સાંસદ છે. ત્યારે માલદા દક્ષિણથી અબૂ હસમ ખાન ચૌધરી સાંસદ છે. અબૂ હસમ કોંગ્રેસના દિગ્ગજ નેતા અબ્દુલ ગની ખાન ચૌધરીના ભા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj