સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં વન્ય જીવની હત્યામાં વધુ એક શખ્સ પકડાયો

Local | Amreli | 17 April, 2024 | 11:57 AM
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ) 
અમરેલી, તા.17

 

સાવરકુંડલા નોર્મલ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફીસર  પ્રતાપ.એન. ચાંદુ, રાઉન્ડ ફોરેસ્ટર યાસીન.ઓ. જુણેજા, પ્રદીપસિંહ.વી. ચાવડા તથા ફો.ગાર્ડ, આર.એન. ચાંદુ તેમજ ફો.ગાર્ડ, જી.જી. ભમ્મર, ફો. ગાર્ડ એસ.બી. સાંડસુર અને સાવરકુંડલા રેન્જ સ્ટાફ દ્વારા રેવન્યુ વિસ્તારોમાં વન્યજીવોની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સઘન તપાસની કામગીરી હાથ ધરેલ હતી. 

જેમાં તા. 1/4/ર4ના રોજ સાવરકુંડલા  તાલુકા હેઠળના નાનીવડાળ અને સાવરકુંડલા રેવન્યુ બીટના વિસ્તારમાં ફેરણા દરમ્યાન શંકાસ્પદ લોકોની હિલચાલ જણાતા સઘન તપાસ કરતા વન્ય પ્રાણી સંરક્ષણ અઘિનિયમ-197રના શેડયુલ-1 નાં પાર્ટ-સી હેઠળ આરક્ષિત વન્ય જીવ લીલો કાચિંડો (ઇન્ડિયન કેમેલીયન), નાગ (ઇન્ડિયન કોબ્રા)ને પકડી મોબાઇલમાં ફોટોગ્રાફી કરેલ તથા શેડયુલ-1નાં પાર્ટ-સી હેઠળ આરક્ષિત વન્ય જીવ ઘ્રામણ (કોમન રેટ સ્નેક) ને આરોપી દ્વારા હાથ વડે પકડી લાકડી વડે મારી મૃત્યુ નીપજાવેલ.

જે અન્વયે સાવરકુંડલા રેન્જના સાવરકુંડલા રાઉન્ડ ગુના નં-01/ર0ર4-રપ, તા. 1/4/ર0ર4 થી ગુનો નોંઘી અને આરોપીની શોઘખોળ કરતા આ ગુના કામના 3 આરોપીઓ પૈકી અગાઉ બે આરોપીઓ હાથ લાગેલ જેને કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરેલ અને તેમની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવેલ છે. અન્ય એક આરોપી અજીતભાઇ ઉર્ફે ડોઘલ કીશોરભાઇ પરમાર જે પોલીસના પોકસો હેઠળના ગુના માં સંડોવાયેલ હોય, કોર્ટની જયુડીશ્યલ કસ્ટડીમાંથી તા. 1પ/4/ર0ર4ના કબ્જો મેળવી તપાસના કામે અટકમાં લઇ આગળની તપાસની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે. આમ આ ગુના કામના ત્રણેય આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj