ઉનાના વેપારીને આર્મીની ઓળખ આપી રૂ 47 હજારની ઓનલાઈન છેતરપીંડી

Local | Veraval | 12 February, 2024 | 02:02 PM
જુનાગઢના બલીયાવડ ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
સાંજ સમાચાર

જુનાગઢ તા.12
 

 આર્મીમેનની ઓળખ આપી એક શખ્સે ઉનાના વેપારીના બેંકના ખાતામાંથી રૂ 47000 ટ્રાન્સફર કરાવી લઈ ઓનલાઈન ઠગાઈ કરી છેતરપીંડી કર્યાની ફરીયાદ જુનાગઢ સાઈબર પોલીસમાં નોંધાઈ છે.  ઉનામાં ખોજાખાના પાસે ખોજા ફળીયામાં રહેતા વેપારી યાસીનભાઈ જહાંગીરભાઈ ખોજજાદા ઉ.44એ પોતાની દુકાને હતા ત્યારે 20 ઓકટોબરની સાંજે એક અજાણ્યા ઈસમે મોબાઈલ ફોનમાં હિન્દી ભાષામાં હું આમી કેમ્પમાંથી બોલુ છું મારે એક વ્યકિત પાસેથી પૈસા લેવાના છે જેથી હું તમારા ખાતામાં ટ્રાન્સફર કરાવી દઉં બાદ વેપારીને વધુ ઓળખ આપતા વેપારીને તેના અવાજ પરથી દીવ ખાતેથી આર્મી કેમ્પનો ગ્રાહક બોલે છે.

આમ છતાં વેપારીએ તમે મારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવતા નહીં ત્યારે પેલા શખ્સે કહેલ કે અહીં તમારા સીવાય મારે કોઈ ઓળખ નથી મારે પૈસાની જરૂરત છે જેથી યાસીનભાઈએ વિશ્ર્વાસમાં આવી ફોન પે પૈસા જમા કરાવવાનું કહેતા 25000 રિકવેસ્ટ બેંક ખાતામાં આપેલ જે ચાલુ ફોને 25 હજાર બીજા તબકકામાં આ અજાણ્યા ઈશમે 25000 અને રૂ 22000 ભારત પે ખાતામાંથી 47000 ટ્રાન્સફર કરાવી લઈ ઓનલાઈન નાણાની ઠગાઈ કર્યાની અરજી સાઈબર સેલમાં આપતા સાઈબલ સેલે અજાણ્યા ઈસમ સામે તપાસ હાથ ધરી છે.
 

સગીરાનું અપહરણ

 માંગરોળના આરેણા ગામે રહેતી મહિલાની 14 વર્ષ 6 માસની સગીર દિકરીને ગત તા.9-2-24ની રાત્રીના કોઈ અજાણ્યો ઈસમ અપહરણ કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા માંગરોળ મરીન પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.આર. સોલંકીએ તપાસ હાથ ધરી છે.
 

જુગાર

 જુનાગઢ તાલુકાના બલીયાવડ ગામે જાહેરમાં જુગઠુ ખેલતા રમેશ હંસરાજ સોજીત્રા, નિર્મલ દીલુ ડાંગર રે. ભલગામ, વનરાજ દેસા વાળા રે. બલીયાવડ, ઓસમાણ મુસા કોરેજા, રે. પાટલા, પ્રતાપ ભગુ વાંક રે. બલીયાવડ અને દીલીપ મેરામણ વાંકને રોકડ રૂ 71000 મોબાઈલ 5 રૂા.20,500 મળી કુલ રૂ 91,500ની મતા સાથે દબોચી લીધા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj